નર્મદા : મોટીરાવલ ગામે વાડ બનાવવાની નજીવી બાબતે પરિવારજનો વચ્ચે ધિંગાણું

કાકા ભત્રીજા વચ્ચે જમીન બાબતે વિવાદ સર્જાતા એક બીજા ઉપર લોખંડની પરાઇથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સામ સામે પોલીસ ફરિયાદ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

જર જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરુની ઉક્તિને સાર્થક કરતો બનાવ ગતરોજ મોડી સાંજે નર્મદા જીલ્લના ગરુડૈશવર તાલુકાના મોટીરાવલ ગામ ખાતે બન્યો હતો જયા સગા કાકા ભત્રીજાઓ વાડ બનાવવાના મામલે પરસ્પર એક બીજાને માર મારતા પોલીસ મથકમાં બન્નેએ સામસામે ફરિયાદો નોંધાવી હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગરુડૈશવર તાલુકાના મોટીરાવલ ગામ ખાતે રહેતો ફરિયાદી અર્જુન સેવંતીભાઇ તડવીનાએ પોતાની ફરિયાદ મા લગાવેલ છે કે તેની ભાગમાં આવેલ વાડાની જમીનમાં તેનો કાકો કનુભાઈ છગુભાઇ તડવી નાઓ વાડ કરતો હતો જેને ટોકતા કે આ જમીન અમારા ભાગમાં આવેલ છે આવવા જવાનો રસ્તો પણ છેરે આરોપી કાકાએ જમીન મારી ભાગની છે નુ જણાવ્યું હતું અને ભત્રીજા ઓને તેમના વહુને ગાળો આપી લોખંડની પરાઇથી ફરિયાદીના ભાઈ શૈલેષ ઉપર હુમલો કર્યો હતો અને ઇજાગ્રસ્ત કરી ફરિયાદીને પણ માર માર્યાની કાકા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે કાકા કનુભાઈ છગુભાઇ તડવી નાઓ એ પણ પોલીસ મથકમાં પોતાના ભત્રીજાઓ 1) અર્જુન સેવંતીભાઇ તડવી 2) શૈલેષ સેવંતીભાઇ તડવી નાઓ સામે ફરિયાદ નોંધાવી જેમાં જમીન પોતાની હોવાનું જણાવી પરાઇ થી પોતાને ભત્રીજાઓએ માર મારી જાનથીમારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે.

ગરુડૈશવર પોલીસે સામસામે બનને પક્ષોની ફરિયાદો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here