નર્મદા જિલ્લાના નાની ચીખલી ગામથી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને LCB એ ઝડપી પાડયો

રાજપીપળા (નર્મદા),
આશિક પઠાણ

આરોપીની તસ્વીર

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ એ જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુના ઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના તેમજ માર્ગદર્શન આપતા એ.એમ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ સી.એમ.ગામીત,પો.સ.ઇ. એલ.સી.બી., તેમજ તેમના પોલીસ સ્ટાફ મારફતે બાતમી મળેલ કે રાજપીપલા પો.સ્ટે.એ-પાર્ટ મુજબના અનડીટેક્ટ ગુનાના કામનો આરોપી નાની ચીખલી તા.નાંદોદ ખાતે હોય જે આરોપીની નાની ચીકલી ગામ ખાતે તપાસ કરતા તેને ઝડપી પાડી તેણે પોતાનું નામ કલ્પેશભાઇ રાજેન્દ્રભાઇ વસાવા જણાવતા અને તેની વધુ પુછપરછ દરમ્યાન આરોપી ગુનાની કબુલાત કરતો હોય જેથી તેને રાજપીપલા પો.સ્ટે.ના ગુનામાં આગળની કાર્યવાહી કરવા રાજપીપલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here