નર્મદા : સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ નર્મદા પોલીસની ઉપરા છાપરી રેડો છતાં આંકડા જુગારના બુટલેગરો છે કે માનતાં જ નથી!

દેડિયાપાડા ખાતેની આદર્શ નિવાસી શાળાની પાછળની ખુલ્લી જગ્યામાં આંકડા લખતા બે જુગારીયાઓને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડયા

રૂપિયા 42,900/- નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના મુજબ નર્મદા જિલ્લા પોલીસ સમગ્ર જીલ્લામાં ઠેરઠેર આંકડા જુગારના બુટલેગરો પર તવાઈ બોલાવી રહી છે, સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પણ નર્મદા જિલ્લામાં પાડવામાં આવેલ છે, તેમ છતાં પણ આ અસામાજિક તત્ત્વો ત્વરિત જ સક્રિય થઇ જતાં હોય છે અને પોલીસ પુનઃ રેડ કરવામાં લાગી જતી હોય છે, આવુ કેમ બની રહયુ છે. આ મુદ્દો ચર્ચા અને ચિંતનનો બની ગયો છે.

નર્મદા જિલ્લા ના દેડિયાપાડા પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ આદર્શ નિવાસી શાળા પાછળથી આંકડા લખતા બે જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હોવાનું જાણવા મળ્યું છે.

રૂપિયા 42,900/- નો મુદ્દામાલ જપ્ત કર્યો તેની તસ્વીર

PSI એ.આર. ડામોર દેડીયાપાડા પો.સ્ટે.તથા સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળાની પાછળ ખુલ્લી જગ્યામાં સુનીલ વાડગીયાભાઇ વસાવા રહે.દેડીયાપાડા નવીનગરી તેના મળતીયા માણસ નિતેસ ગંગારામ વસાવા રહે.દેડીયાપાડા પારસી ટેકરા આંકડાઓ લખી હારજીતનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે આ જગ્યા એ રેઇડ કરતા (૧)સુનીલ વાડગીયા વસાવા તથા તેના મળતીયા માણસ (૨)નિતેસ ગંગારામ વસાવા અંગઝડતી ના રોકડા રૂપિયા ૨,૯૦૦/- તથા તથા મોબાઇલ નંગ-ર, કિં ૧૦,ooo/- તથા મો.સા-૧ કિં.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિં.૪૨,૯૦૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here