નર્મદા: પોલીસે તાબદા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો

નર્મદા જીલ્લામાં દેડીયાપાડા પોલીસે તાબદા ગામ ઘરના માળિયામાં સંતાડેલ ૭૦ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો

સુરત જીલ્લા માથી નર્મદા જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થયો હોવાનું બહાર આવ્યું, દારૂ સપ્લાય કરનારા બુટલેગરને ઝડપવાના ચક્રો ગતિમાન

રાજપીપળા(નર્મદા) આશિક પઠાણ
Narmada District police Arrest Bootlegger
પોલીસે તાબદા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો તેની તસ્વીર

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા ના.પો.અધી.રાજેશ પરમારનાઓએ પ્રોહીબિશનની પ્રવ્રુતીની બદી જીલ્લામાંથી નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટર પી.પી. ચૌધરીના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ.એ.આર. ડામોર ડેડીયાપાડા પોલીસ સ્ટેશનએ મળેલ બાતમીના આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે તાબદા ગામેથી અજીતભાઇ ચંદુભાઇ વસાવા હાલ રહે. તાબદા મોવડી ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા મુળ રહે. વેલાવી તા.ઉમરપાડા જી.સુરતના કબજા ભોગવટાના ઘરમાં પ્રોહી. રેઇડ કરતા તેના ધરના માળિયમાં સંતાડીને રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.  જેમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુનાના હોલ નંગ -૨૪ કિ.રૂ .૭૫૦૦/- તથા બીયર ટીન નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦/- તથા કવાટરીયા નંગ-૨૪૦ કિ.રૂ .૨૪૦૦૦/- તથા બીજા કવાટરીયા નંગ-૨૮૮ કિ.રૂ.૨૮૮૦૦/- જે તમામ પ્રોહી મુદ્દામાલ કુલ કિં.રૂ.૬૯,૬૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૭૦,૧૦૦/- ના ઇંગ્લીશ દારુના મુદ્દામાલ સાથે પકડી લઇ પકડાયેલ આરોપી તથા પકડાયેલ આરોપીને વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી – સુરજભાઇ રમેશભાઇ રાઠોડ રહે.પૂના ગામ નવું ફળીયું તા.માંડવી જી.સુરતનાઓની વિરુધ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એકટ મુજબ ગુનો રજિસ્ટર કરી સુરત જીલ્લાના આ બુટલેગરને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતરમાં નર્મદા જીલ્લામાં પોલીસે દારૂના વેપલા સંડોવાયેલા લોકોની ધરપક કરી તે વધુ વાંચો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here