નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી

એનટીજન સેમ્પલ ટેસ્ટીંગ લેવામાં આવતા આજરોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

જીલ્લા આરોગ્ય વિભાગની કચેરી બંધ કરવાના ચક્રો ગતિમાન થશે ?

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં જેના માથે લોકોના આરોગ્ય સાચવવાની જવાબદારી છે એવા નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ પોતે કોરોનાની મહામારીમાં સપડાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.

તસવીર માં સાંસદ મનસુખભાઈ સાથે આરોગ્ય અધિકારી નજરે પડે છે.
તસવીરમાં સાંસદ મનસુખભાઈ સાથે આરોગ્ય અધિકારી નજરે પડે છે.

મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી પટેલને થોડીક આરોગ્ય લક્ષી તકલીફ જણાતા આજ રોજ તેઓએ તેમનો એનટીજન સેમ્પલ ટેસ્ટીંગ દ્વારા કોરોનાનો રિપોર્ટ કઢાવેલ જે પોઝિટિવ આવ્યાનું સત્તાવાર રીતે એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ.કશ્યપ દ્વારા જાણવા મળેલ છે.

નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીની જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને જે જે કર્મચારીઓ મળ્યા તેમના પણ સેમ્પલ ટેસ્ટીંગ કરાશે. તેમજ આ અગાઉ જેતે કચેરીઓના કરમચારીઓ પોઝિટિવ આવતા કચેરીમાં કામકાજ બંધ કરી દઇ સીલ કરી દેવામાં આવતા હવે આરોગ્ય વિભાગની જીલ્લા પંચાયત બિલ્ડીંગમાં આવેલ કચેરી પણ બંધ કરાવી દેવામાં આવેની શકયતાઓ વર્તાઇ રહી છે.

અગાઉ વિવિધ વિભાગની કચેરીઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

આ અગાઉ પણ નર્મદા જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી, માહિતી વિભાગ, પોલીસ વિભાગ, વન વિભાગ, બેન્કો સહિત અનેક સરકારી વિભાગના કરમચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યાં છે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ બે દિવસ પહેલા જીલ્લા આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજી હતી અને કોવિડ હોસ્પિટલ રાજપીપળા ખાતે સાથે જ મુલાકાત લીધી હતી.

જોકે હાલ જીલ્લા આરોગ્ય અધિકારી પટેલ પોતે પરિવારજનો પાસે સુરત ખાતે ગયા હોવાનું જાણવા મળ્યું છે .એનટીજન સેમ્પલ ટેસ્ટીંગ લેવામાં આવેલ છે હવે જો RTC/PCR ટેસ્ટીંગ પણ પોઝિટિવ આવશે તો જીલ્લા આરોગ્ય અધિકારી કોરોના પોઝિટિવ જાહેર કરાશે ત્યારબાદ કચેરી પણ બંધ કરાવવાના ચક્રો ગતિમાન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here