શહેરાના નાંદરવા ખાતેથી સમસ્ત યુવા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજ સંગઠીત બની એક થાય તે હેતુથી મહારેલીનુ પ્રસ્થાન કરાયું…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરાના નાંદરવા ખાતેથી સમસ્ત યુવા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજ સંગઠીત બની એક થાય તે હેતુથી મહારેલીનુ પ્રસ્થાન ગુજરાત પ્રદેશના યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ સહીત પંચમહાલના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિતીમાં કરવામા આવ્યુ હતુ.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ખાતેથી સમસ્ત યુવા ક્ષત્રિય સમાજ દ્વારા ફાગવેલ ધામ ખાતે બાવન ગજથી ધજા ચઢાવાની સાથે મહારેલીને લીલીઝંડી આપવામા આવી હતી. મહારેલીમાં મોટી સંખ્યામાં યુવાનો રજવાડી સાફામાં નજરે પડતા હતા. ૧૦૦ જેટલી ગાડીઓનો કાફલો પણ રેલીમાં જોડાયો હતો.નાંદરવા ખાતે દશામાના મંદિરના પ્રાગણમાં બાવન ગજથી ધજાની શાસ્ત્રોક્ત પુજાવિધી કરવામા આવી હતી.જયભાથીજી મહારાજના જયજય કાર અને ક્ષત્રિય એકતા જીંદાબાદનો જયઘોષ બોલાવાની સાથે રેલીને પ્રસ્થાન કરવામા આવ્યુ મહારેલી શહેરા ખાતે પહોચીને વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ફાગવેલ રવાના થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here