શહેરામાં તેમજ તાલુકાના રેણા ( મોરવા ) અને અણિયાદ ગામના મળી ત્રણ કોરોના સંક્રમિત કેસો સામે આવ્યા…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

નગરના આકેડીયા પરા વિસ્તારના ગઢવી ફળિયાના ૨૬ વર્ષીય યુવક તેમજ તાલુકાના રેણા ( મોરવા ) ગામના પટેલ ફળિયાના ૪૩ વર્ષીય આધેડનો અને અણિયાદના ગુવારીયા ફળિયાના ૨૩ વર્ષીય યુવકનો પણ કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા મોરવા,અણિયાદ અને નગરમાં મળી ત્રણ કોરોનાથી સંક્રમણ પામેલા કેસો નોંધાયા છે. જેમાં તાલુકા અને નગરમાં અત્યારસુધી માં ૨૪ કોરોના સંક્રમિતો હતા જેમાં રવિવારના રોજ તાલુકાના રેણા ( મોરવા )ના પટેલ ફળિયામાં રહેતા ૪૩ વર્ષીય પટેલ પરેશકુમાર સોમાભાઈ કે જેઓ રેણા (મોરવા ) આઈ.ટી.આઈમાં શિક્ષક છે જેઓના સગાભાઈને ત્રણ ચાર દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો જેના કારણે તેઓ સંક્રમિત થયા હોવાની સંભાવના છે તેઓના ૩૫ વર્ષીય પત્ની અને ૧૫ વર્ષીય પુત્રને હોમકોરાંટાઇન કરવામાં આવ્યા છે એજ રીતે શહેરા તાલુકાના અણિયાદ ના ગુવારીયા ફળિયાના અને હાલોલ કંપનીમાં નોકરી કરતા ૨૨ વર્ષીય મનુભાઈ રમેશભાઈ બારીઆ કે જેઓને કોવિડના લક્ષણો જણાતાં તેઓ શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટ કરાવવા આવ્યા હતા જ્યા ફરજ પરના આરોગ્યકર્મી દ્વારા નિદાન થાય ત્યાં સુધી રોકાવાનું જણાવ્યું હતું પરંતુ તેઓએ નિદાન આવતા પહેલા ક્યાંક ભાગી છૂટયા હોવાનું જાણવા મળે છે બીજી તરફ તેની ભાળ મેળવવા તપાસ ચાલુ હોવાનું માલુમ પડ્યું છે,જોકે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .જ્યારે શહેરાના પરા વિસ્તાર આકેડીયાના ગઢવી ફળિયાના ૨૬ વર્ષીય યુવક મનીષભાઈ પ્રતાપભાઈ પટેલ કે જેઓ હાલોલની નપીનો કંપનીમાં સપ્લાયર એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે તેઓનો પણ કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પ્રાંત અધિકારી જય બારોટ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવી અને આરોગ્યની ટીમ દ્વારા તમામ ત્રણે સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને વિસ્તારને કન્ટેઇનમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here