શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ભરાતા પીડિત દર્દીઓના હાલ બેહાલ…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

દર ચોમાસામાં ભરાતાં પાણી માટે યોગ્ય આયોજનનો અભાવ, નથી કરવામાં આવતી કામગીરી જેના કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન..

ગોધરા હાઈવે પાસે આવેલું શહેરા નું સામુહિક આરોગ્ય કેન્દ્ર કે જયાં મોટી સંખ્યામાં બીમાર લોકો પોતાના ઈલાજ માટે ગામડામાંથી આવતા હોય છે અંદાજિત ૧૫૦ થી ૨૦૦ જેટલા દર્દીઓને તપાસવામાં આવતા હોય છે પરંતુ જન્માષ્ટમી ના દિવસે સવારથી જ મેઘરાજા મન મૂકી વરસી રહયા હતા.દર વર્ષ ની માફક આ વખતે પણ સતત વરસતા વરસાદ ના કારણે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણીનો જળભરાવ જોવા મળ્યો હતો જેના કારણે અંદર રહેલા દર્દીઓ ઉપરાંત ગામડે થી સારવાર માટે આવેલા લોકોને જળભરાવ ને લઈ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો મેઘરાજાએ ખમૈયા કરતા વરસાદી પાણી સામુહિક આરોગ્ય કેન્દ્રના મકાનના પ્રવેશ દ્વારે સ્પર્શ કરી ત્યાં થંભી ગયું હતું જો વધારે વરસાદ પડ્યો હોત તો અંદરના દ્રશ્યો રમૂજ પમાડે એવા હોય છે દૂરથી તો જાણે સરકારી દવાખાનું પાણીમાં તરતું હોય એવો ભાષ થતો હોય છે.પરંતુ પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે કે દર ચોમાસામાં આ પરિસ્થિતિ ઉદભવતી હોય છે તો સંબંધિત તંત્રે શુ આંખે પાટા બાંધ્યા છે કે આ નહીં દેખાતું હોય ? શુ તેઓને આ બાબત સંલગ્ન નથી ? કે પછી તેઓ આવી પરિસ્થિતિ સાથે રહેવા ટેવાઈ ગયા છે ભલે એવું હોય પરંતુ તેમાં સારવાર માટે બહારથી આવતા લોકોનો શુ વાંક.દર ચોમાસામાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જળભરાવના દ્રશ્યો રચાય છે તે દૂર કરવા માટે લોકો ઉગ્ર રીતે માંગ કરી રહયા છે અને વહેલી તકે આનો ઉકેલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે જોવું રહ્યું કે શું તંત્ર નિદ્રામાંથી જાગશે કે હોતા હે ચલતા હે ની નીતિ અનુસાર ચાલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here