નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે જન્માષ્ટમીના પર્વે જુગાર રમતા ચાર જુગારીઓને દેડિયાપાડા પોલીસે ઝડપી પાડયા

શ્રાવણીયો જુગાર રમતા ચારને રૂ.૧૪,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં જન્માષ્ટમી ના તહેવાર નિમિત્તે શ્રાવણિયો જૂગાર રામસે ની અગાઉથી જ પોલીસ અધિક્ષક નર્મદા હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપળા ડીવીઝન નાઓને ખાતરી હોય ને પોલીસ વિભાગ ને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ કે આવી પ્રવૃત્તિઓ ને રોકવી, જેથી જીલ્લા ની પોલીસ મુસતેદ બની હતી.

તસ્વીર

જેના અનુસંધાને સર્કલ પો.ઇન્સ.પી.પી.ચૌધરી દેડીયાપાડા સર્કલ ના સુપરવીઝન હેઠળ તા.૧૨/૦૮/૨૦૨૦ ના રોજ જન્માષ્ટમીનો તહેવાર હોય જેથી પો.સ.ઇ. એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો સાથે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દેડીયાપાડા ટાઉનમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમ્યાન પો.સ.ઇ. એ.આર.ડામોરને બાતમીદારથી બાતમી મળેલ કે દેડીયાપાડા થાણા ફળીયામાં રહેતા હિતેશભાઇ ઉર્ફે જીતુ ગજાનંદભાઇ તડવી ના ઘરના વાડામાં કેટલાક ઇસમો પૈસા વડે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં આ પ્રવૃતી ચાલુ જ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી લીધેલ અને પકડાયેલ ચારેય આરોપીઓની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૧,૪૦૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૩૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૪,૪૦૦/- નો જુગારનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ચારેય આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here