નર્મદા જિલ્લામાં આજે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

કુલ પોઝિટિવ કેસની સંખ્યા 671

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૧૫ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૬ દરદીઓને આજે રજા અપાઈ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧ લી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૨ (બે), એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૫ (પાંચ) અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૧૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૨૪ અને ટ્રુનેટ (True nat) ટેસ્ટમાં ૩૦ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૬૭૧ ઉપર પહોંચી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૧૫ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૬ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૨૦ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૨૯૬ દરદીઓ સહિત કુલ-૬૧૬ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૫ (પાંચ) દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૨૧ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૯ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૧૦ દરદીઓ સહિત કુલ ૫૫ (પંચાવન) દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૪, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૨ (બે) અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૨૯૩ સહિત કુલ-૩૨૯ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

આજ રોજ રાજપીપળા ખાતેના આદિતય બંગલમાંથી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોનીના વિસ્તાર માંથી 2 કેસો પોઝિટિવ મળી આવ્યા છે, આ ઉપરાંત ઝકરીયા ખાતેથી 1 ઓરી ખાતેથી 1 કુમસગામ ખાતેથી 1 નવાગામ અને ગાજરગોટા ખાતેથી પણ એક એક કોરોના પોઝિટિવ કેસો નોધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here