તિલકવાડા કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કતાર ગામના ધારા સભ્ય વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે હાથ ધરવામાં આવેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે આજે કતાર ગામના ધારા સભ્ય વિનોદભાઈ મોરડીયા જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી તાલુકા પંચાયત પ્રમુખ પારૂલબેન તડવી તિલકવાડા ભાજપા પ્રમુખ બાલુભાઈ બારિયા સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તિલકવાડા નગરની શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસ નો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માં ખેલ મહાકુંભ માં તાલુકા કક્ષાએ પ્રથમ આવેલા બાળકો ને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા તે ઉપરાંત પશુપાલન ક્ષેત્ર માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તેમજ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને પણ પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા તે ઉપરાંત સિલાઈ મશીન આવાસ યોજના કેસર આંબા ની કલમો આપવાની યોજના તેમજ દુધાળા પશુ વૃદ્ધ સહાય વિધવા સહાય સહિત ના લાભાર્થીઓને લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યા ત્યારે બાદ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિવિધ વૃક્ષો રોપી ને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.

કતાર ગામના ધારા સભ્ય વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે ગુજરાતના સર્વાંગી વિકાસના થયેલા કામોના લેખા જોખા સાથેનો સેવાયજ્ઞ લઈને ગુજરાતના ખૂણે ખૂણે પ્રજા સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ સરકારે કરેલ છે. ભૂતકાળમાં કોઈએ કલ્પના પણ ન કરી હોય કે ગુજરાતમાં આવું હોઇ શકે એવા પ્રકારના કામોની સરકારે પ્રજાને ભેટ ધરી છે. રાજ્યના તમામ વિભાગ અને તમામ વિસ્તારમાં માળખાકીય સુવિધા સાથેના વિકાસ થકી બધા વર્ગોને પૂરતો ન્યાય મળે તેવી નેમ સાથે સરકાર કટિબધ્ધ છે ગુજરાતમાં માળખાકીય સુવિધાથી આગળ વધીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રવાસન, ધાર્મિક સ્થાનોના થયેલા જીર્ણોધ્વર થકી આજે રાજ્ય, કેટલાક જિલ્લા, ધર્મસ્થાનો, પ્રવાસન સ્થાનો વૈશ્વિક બની ગયા છે અને તેના આધારે જિલ્લો-સ્થાન વિશ્વના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. પ્રજાને કેન્દ્રમાં રાખીને નવા વિચાર, નવો આઇડીયા અને રોજગારના લક્ષ સાથે સરકારના લોકાભિમુખ વહિવટની પ્રતીતિ પ્રજાજનોને થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here