એમએસએમઈ એકમોને ઝેડ સર્ટિફિકેશન માટે કેટલીક એજન્સીઓ એમ્પેનલ કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

એમએસએમઈ એકમોને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ઝેડ સર્ટિફિકેશન (ઝીરો ઈફેક્ટ ઝીરો ડીફેક્ટ) યોજના વર્ષ ૨૦૨૨થી જાહેર કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના આ ઉદ્દેશ્યને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા અત્મ નિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટ્ન્ટ્સ ટુ એમએસએમઈ-૨૦૨૨ હેઠળ એમએસએમઈ એકમો કાર્યક્ષમ બનીને ગુણવતાયુત ઉત્પાદન પ્રણાલી આપવાની ઝેડ સર્ટિફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ.૫૦ હજાર સુધીની આપવામાં આવે છે. ઝેડ સર્ટિફિકેશન મેળવવા માટેની પાત્રતા: udyarn રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ એમએસએમઈ એકમો ઝેડ પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે. આ માટે zedmsme.gov.in વેબસાઈટ પર બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ એમ ત્રણ કેટેગરીમાં સર્ટીફીકેટ મેળવી શકે છે. આ સર્ટિફિકેશનથી નાણાકીય અને ટેકનિકલ સપોર્ટ મળે છે, અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીનેગુણવતા યુક્ત ઉત્પાદનોના પ્રોત્સાહન માટે તેમજ પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાઓને સતત અપગ્રેડ કરવાની તક મળે છે. નિકાસને સક્ષમ કરવા માટે એમએસએમઈમાં ઝીરો ડીફેક્ટ ઉત્પાદનના વિકાસ માટે ઇકો સીસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ છે. આવા લાભો મેળવવા
માટે એમએસએમઈ એકમોને જાગૃત થઈ નિયત કરેલી પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઈ શકાય તે હેતુથી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એમ્પેનલ કરેલ એજન્સીઓ 4c કન્સલ્ટન્ટ પ્રા.લી અફોર્ટ કન્સલીના સેપરીસ નોલેજ સોલપ્રા.લી, હિયર ક્વોલિટી
એકસલન્સ પ્રા.લી, પરફેક્ટ કન્સલ્ટીન્યૂ એસ્બલયાસ સર્વિસ પ્રા.લી જેવી એજન્સીઓ એમએસએમઈ એકમોનો સંપર્ક કરવામાં આવનારો છે. આવા પ્રકારના સપોર્ટ માટે એમએસએમઈ એકમોએ કોઈ પ્રકારનો ચાર્જ કે ફી ચુકવવાની નથી. ઉત માહિતી જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની કે યાદીમાં આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here