“મોદી કી ગેરંટી” નામે ભાજપ નું 2024 લોકસભા ચૂંટણી ઘોષણાપત્ર જાહેર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગરીબ, મહિલાઓ ,યુવાઓ અને વયો વૃદ્ધો, ખેડુતો માટે સંકલ્પ પત્ર માં ખાસ જોગવાઈ

ભારત ના તમામ વર્ગ ના લોકો માટે એક સમાન કાયદો

આગામી લોકસભા ચૂંટણી 2024 માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘મોદી કી ગેરંટી’ નામથી ઘોષણાપત્ર જારી કરી દેવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ગરીબ, યુવાન, અન્નદાતા (ખેડૂત) અને નારી પર ખાસ ફોક્સ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ આજરોજ જાહેર કરેલા પાર્ટીના સંકલ્પ પત્રમાં સમાવિષ્ટ ખાસ મુદ્દાઓ

*યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવામાં આવશે.
*70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ લાવવાનું વચન.
*80 કરોડ પરિવારોને વધુ પાંચ વર્ષ સુધી મફત રાશન યોજનાનો મળશે લાભ.
*મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.
*વંદે ભારત ટ્રેનોનું વિસ્તરણ કરાશે. આ અંતર્ગત વંદે ભારતના ત્રણ મોડલ – વંદે ભારત સ્લીપર, વંદે ભારત ચેયરકાર અને વંદે ભારત મેટ્રો ચાલશે.
*તમામ ઘરો માટે સસ્તી પાઇપલાઇન ગેસ આપવા તરફ કામ કરાશે.
*ઉજ્જવલા યોજના ચાલુ રહેશે.
*મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે.
*ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું વચન.
*MSPમાં સતત વધારો થશે.
*ટ્રાન્સજેન્ડર્સને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.
*હર ઘર નલ સે જલ યોજનાનું વિસ્તરણ.
*સરહદ પારથી ઘૂસણખોરી પર કડક કાર્યવાહી.
*દરેક ગરીબને કાયમી ઘર આપવાની યોજના ચાલુ રહેશે.
*સ્વાનિધિ યોજનાને ગામડાઓ સુધી પહોંચાડવામાં આવશે.
*દરેકને સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે.
*માછીમારો માટે વીમા યોજના.
*રાષ્ટ્રીય લઘુત્તમ વેતનની સમીક્ષા.

જેવા મુદ્દાઓ ને ભાજપા ના સંકલ્પપત્ર માં આવરી લેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ પોતાના સંકલ્પ પત્રમાં જાહેર કરેલ યુસીસી દેશના તમામ વર્ગોના લોકો માટે એક સમાન નાગરિકતા નો કાયદો ભારતિય જનતા પાર્ટી માટે 2024 ની ચૂંટણીમાં પ્રાણ વાયુ પૂરું પાડે છે કે પછી અધોગતિના માર્ગે લઈ જાય છે એ આગામી સમયમાં જોવું રહ્યું , કારણ કે દેશમાં બંધારણીય રીતે જે વર્ગોને હક્કો મળ્યા છે અને જે લોકો પોતાની પરંપરાગત રીતિ રિવાજ અનુસાર જીવનશૈલી જીવી રહ્યા છે તેમાં ખાસ કરીને આદિવાસી,દલિત પછાત વર્ગ અને માયનોરીટીના વર્ગો સમાન સિવિલ કાયદાનો ભારે વિરોધ કરી રહ્યા છે ત્યારે સમાન નાગરિક સંહિતાના કાયદાને પોતાના સંકલ્પ પત્રમાં જાહેર કરી ભારતીય જનતા પાર્ટી સફળ થાય છે કે નહીં તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here