નર્મદા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમા પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા!!!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગરૂડેશ્વર અને દેડીયાપાડા વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન (NO PARKING ZONE) જાહેર કરવા અંગે જાહેરનામા પ્રસિધ્ધ

નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર અને દેડીયાપાડા વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન (NO PARKING ZONE) જાહેર કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવેલ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે. ઉંધાડને મળેલ સત્તાની રૂએ ગરૂડેશ્વર અને દેડિયાપાડાના નીચે મુજબના વિસ્તારોને નો પાર્કિંગ ઝોન ( NO PARKING ZONE ) જાહેર કરેલ છે.

ગરૂડેશ્વર વિસ્તાર ગરૂડેશ્વર બજાર- હરી ફેશન મેન્સ વેર દુકાનથી રેવા જનરલ સ્ટોર સુધીનો વિસ્તાર, ગરૂડેશ્વર દત્ત મંદિર- બરોડા ગુજરાત ગ્રામીણ બેંકથી દત્ત મંદિર સુધીનો વિસ્તાર.

દેડિીયાપાડા વિસ્તાર લીમડા ચોકથી બસ ડેપો તરફ જતા રોડ ઉપર ૧૫ મીટરની હદ સુધી તથા લીમડા ચોકથી રાજપીપળા તરફ જતા રોડ પર ૧૫ મીટરની હદ સુધી તેમજ નવાગામ/તાલુકા શાળા તરફ જતા રોડની ૧૦ મીટરની હદ સુધીમાં. એસ.ટી. બસ સ્ટેશનની હદમાં આવેલ અંદરનો ભાગ ૧૦૦ મીટરની હદ વિસ્તારમાં. ચાર રસ્તા (બિરસા મુંડા ચોક) થી સાગબારા તરફ જતા રોડની ૧૦૦ મીટરની હદ સુધીમાં તથા ચાર રસ્તા ( બિરસા મુંડા ચોક ) થી નેત્રંગ જતા રોડની ૧૦૦ મીટરની હદ સુધીમાં.

આ જાહેરનામાનો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here