૪૬૧ લાખના ખર્ચે એસટી ડેપો-વર્કશોપનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું… એસટીની સુવિધાનો લોકો મહત્તમ ઉપયોગ કરે તેવી અપીલ : સાંસદ શ્રી ગીતાબેન

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ લિ. દ્વારા વડોદરા એસટી ડિવિઝન પોલીસના બોડેલી ડેપો વર્કશોપ ના નવા બાંધનાર બિલ્ડિંગનો ખાત મુહર્ત સમારોહ આજે સાંસદ શ્રી ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર તરફથી નિગમને નવિન ડેપો વર્કશોપના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી વડોદરા એસટી વિભાગના બોડેલી મુકામે જૂના અને જર્જરિત બિલ્ડિંગને ડીમોલિશન કરી આરસીસી ફ્રેમ સ્ટ્રકચર વાળા નવિન ડેપો વક્રશોપમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે. કુલ ૨૪ હજાર ચો.મી. વિસ્તારમાં નિર્માણ થનારા આ ડેપોમાં ૪૬૧ લાખ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવનારી છે. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ પ્રથમ માળ માં ૧ હજાર ૩૧ ચો.મી બિલ્ટ અપ એરિયા તેમજ ૧ હજાર ચો.મી. વિસ્તારમાં સીસી ટ્રી – મિક્ષ ફ્લોરીંગ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત મેનેજર ઓફિસ, વહીવટી ઓફિસ, સ્ટોર, ટાયર રૂમ, બેટરી રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ, સર્વિસ પિટ એરિયા, યુ શેપ પિટ એરિયા જેવી અલાયદી સુવિધાઓ ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપલબ્ધ કરવામાં આવશે અને પ્રથમ માળે લેડીઝ રૂમ, કેશ અને બુકિંગ રૂમ, રેકોર્ડ સ્ટોરેજ, ટ્રે રૂમ, વર્કસ રૂમ વિથ યુટિલિટી જેવી સુવિધાઓ બનાવવામાં આવનારી છે.
ગુજરાત એસ. ટી નિગમ હંમેશા ઉત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે મુસાફરોને કેન્દ્રમાં રાખી નિગમ દ્વારા પ્રજાલક્ષી, મુસાફરોની જરૂરિયાત અને સુખાકારી વધારવા, સલામત, સ્વરછ, વિશ્વસનીય, પરવડે તેવી કાર્યક્ષમ પરિવહન સેવા પૂરી પાડવા માટેના ઉદ્દેશથી સંચાલિત થઈ રહી છે. આવી સેવાને બોડેલી ડેપો અને છોટાઉદેપુર જિલ્લામાં અવિરત અને અડચણ રહિત પૂરી પાડવા માટે ડેપો-વર્કશોપનું ખાતમુહર્ત કરવામાં આવ્યું.
ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્શભાઈ સંઘવીએ તાજેતરમાં કવાંટ એસટી ડેપોની લોકાર્પણ કરેલ. ત્યારે આપણને આપણા ડેપોને ૧૨ નવી બસો ફાળવવાનું વચન આપેલ હતું. જે ખૂબ ટૂંકા ગાળામાં પરિપૂર્ણ થયેલ છે સરકારી બસોમાં બેસીને તેની સુવિધાઓનો લાભ લોકો વધારે ને વધારે લે તેવી સૌને અરજ છે. જેતપુરમાં એસટી ડેપો મંજૂર થઈ જાય તો આપણાં તમામ છ તાલુકામાં ડેપોની સુવિધાઓ થઈ જાય. આજે રોડ રસ્તાઓ અને બસોની સુવિધા લોકોને ખૂબ ઝડપથી પોતાની મંજિલ પર પહોંચાડે છે. તેમ છતાં આપણાં જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ સુવિધાઓનો અભાવ હોય વિધાર્થિનીઓને આપડાઉન માં મુશ્કેલી હોય તો અમને રજૂઆત કરો અમે એસટી નિગમના વહિવટી અધિકારીઓને કહીને સુવિધા કરાવીશું.
કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકબેન પટેલ, ધારાસભ્યો શ્રી અભેસિંહભાઈ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલબેન મહરાઉલ, બોડેલી મામલતદારશ્રી, પક્ષ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, વિભાગીય નિયામક શ્રી વીએચ શર્મા, બોડેલી, સંખેડા અને છોટાદેપુર માં ડેપો મેનેજેશ્રીઓ, એસટી વિભાગના અન્ય અધિકારીઓ કર્મચારીઓ, ડ્રાઈવર, કન્ડક્ટર અને મુસાફરો હજાર રહ્યા હતા.
આ ખાતમુહર્તની સાથે બોડેલી – માંડવી સ્લીપર બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here