નસવાડીની તણખલા ઝેડ ટી પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે પરીક્ષાાર્થીઓને dairy milk આપી પ્રવેશ અપાયો

નસવાડી, (છોટાઉદેપુર)/જાવેદ એન કુરેશી :-

તણખલા ખાતે ઝેડ ટી પટેલ હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦ ના પરીક્ષાર્થીઓને ડેરી મિલ્ક ચોકલેટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં પરીક્ષાર્થીઓ મીઠુ મોઢુ કરી પરીક્ષા આપે અને આ પરીક્ષામાં ખરા ઉતરે એવી આશા શિક્ષકગણ તથા વાલીઓ એ રાખી હતી.
જ્યારે આખુ વર્ષ વિદ્યાર્થીઓ ભણે છે અને શિક્ષકો ભણાવે છે તેમા આ શિક્ષકોની પણ કસોટી જ કહેવાય ધોરણ દસ ની પરીક્ષામાં સારા ટકા મેળવે ત્યારેજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થતુ હોય છે કે વિદ્યાર્થી કયા ફિલ્ડમાં જાય છે? આ પરીક્ષા બાદ કોઈ સાયન્સ લે છે કોઈ ડિપ્લોમા કરે છે વગરે વગેરે ફિલ્ડ મા જતા હોય છે જેમા બાળકો સારૂ ભણ્યા હોય ત્યારે રિઝલ્ટ સારૂ મળે છે અને વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે શિક્ષકો સારી મહેનત કરતા હોય છે જેથી વિદ્યાર્થીઓ સારૂ ભણી આગળ વધે અને ભવિષ્ય સારૂ થાય અને આદિવાસી વિસ્તારમાં આ હાઇસ્કુલ આવેલી છે જેમા તાલુકાના છેવાડાના વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે જેમના માતા પિતા ખેત મજૂરી કરી ભણાવતા હોય છે માટે સારા પેપર લખે અને ભવિષ્ય ઉજ્વળ બને તે હેતુ થી હાઇસ્કુલ ખાતે ડેરી મિલ્ક ચકલેટ આપી પ્રવેશ આપવામાં આવ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here