નસવાડી જુથ ગ્રામ પંચાયતના તલાટીને ભુંડોના વધતા જતા ત્રાસને લઇ સ્થાનિક રહેવાસી ઉસ્માન ભાઈ ઇંડાવાળાએ ઉપવાસ પર બેસવાની લેખિતમાં અરજી આપી

નસવાડી, (નર્મદા) જાવેદ એન કુરેશી :-

નસવાડી નગર જાણે ભુંડો નુ નગર બન્યુ હોય તેવી દશા
નસવાડી ની કોઈ ગલી બાકી નથી કે જ્યાં ભુંડો ના દેખાય અને હાલ તો સીમમાંથી ભુંડો ગામ તરફ આવી ગયા છે અને સીમ તરફના ભુંડો મોટા મોટા હોય છે અને આગળ દાંત પણ હોય છે જેને જોય બીક નો અહેસાસ થાય છે અને બાઇક પર શાક ભાજી થી લઇ અન્ય વસ્તુઓ ઘર માટે લઇ જતા હોય છે તો બાઇક પર થી પણ ભુંડો એ શાકભાજી ખેચી જતા હોય છે અને ભુંડો નો ત્રાસ એટલી હદે વધી ગયો છે બાળકો પણ ઘરની બહાર નીકળી શકતા નથી અને આ ભુંડો ના ત્રાસને લીધે મહિલાઓ ઘર આંગડે ઘરકામ કરવા નીકળી શકતી નથી અને નસવાડી ખાતે ઘણી વખત આ રઝળતા ભુંડો બાઇક સવારોને હડફેટે લેતા હોય છે તો ભુંડો બાઇક સવારને અડફેટે લેતા કાલ ઉઠીને કોઈ મોટી દુર્ઘટના આ રખડતા ભુંડોના લીધે સર્જાય તો જવાબદાર કોણ? તેવી ચર્ચાઓ નસવાડી નગરમાં વહેતી થઈ છે વધુમાં વેપારીઓનો માલ સામાન પણ ભુંડો ખેચી જતા જોવા મળેછે આ રખડતા ભુંડો ના કારણે બાળકો અને મહિલાઓના જીવ જોખમાય છે આ ભૂંડો થી થતી સમસ્યાઓ અને ખાસ નસવાડી મેમણ કોલોની પાણીની ટાંકી પાસે ભુંડો ના ત્રાસ બાબતે નસવાડી જુથ ગ્રામ પંચાયત વહેલી તકે આ રખડતા અને રઝળતા ભુંડો નો દિન દસ માં કાયમી ધોરણે નિકાલ નહી લાવે તો ના છુટકે સ્થાનિક રહેવાસી ઉસ્માનભાઈ ઇંડાવાડા નસવાડી જુથ ગ્રામપંચાયત સામે ભુખ હડતાલ બેસી ખરા ઉતરશે જેની સંપુર્ણ જવાબદારી નસવાડી જુથ ગ્રામ પંચાયતની રહેશે તેવી લેખિતમાં નસવાડીના તલાટીશ્રી ને અરજી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here