હિજરામહુડી ગામની 5 દીકરીઓની માતાને દીકરો નહિ થતા સાસરિયાઓ હેરાનગતિ કરતા અભયમ ટીમ આવી મદદે

તિલકવાડા(નમર્દા),
વસીમ મેમણ

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના હિજરામહુડી ગામની પરિણીત મહિલાને પાંચ દીકરી થયા બાદ દીકરો નહિ થતા પતિ અને સાસરી વાળા મારઝુડ કરીને હેરાનગતિ કરતા પરિણીત મહિલાએ અભયમ 181 મહિલા હેલ્પ લાઇન માં ફોન કરીને મદદ માંગી હતી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટીમને જાણ થતા ફરજ પરના અધિકારી તાત્કાલિક ધોરણે તિલકવાડાં તાલુકાના હીજરા મહુડી ગામે પહોંચી ને મહિલાના પતિ અને સાસુને સમજાવીને સમાધાન કરાવ્યું હતુ.

પરિવારમાં દીકરો હોવો જોઈએ અને દીકરીનો જન્મ થતાં સમગ્ર દોષ પત્નીનો હોય તેમ માનીને મારઝૂડ કરીને માનસિક ત્રાસ આપવાના કિસ્સાઓ હજુ પણ આ સમાજમાં જોવા મળી રહ્યા છે આવો જ એક કિસ્સો અભયમ 181 મહિલા હેલ્પ લાઇનને મળતા અભયમ ટીમે પરિણીત મહિલાના પતિ અને સાસરીવાળાને સમજાવ્યા હતા કે આ માટે એકલી સ્ત્રી જ જવાબદાર નથી હવે દીકરી અને દીકરો એક સમાન છે દીકરીઓને પણ સારું શિક્ષણ આપવાથી તે પણ સ્વમાનભેર જીવી શકે છે તેમ સમજાવતા મહિલાના પતિ અને સાસુ એ પોતાની ભૂલ કબૂલ કરી ને પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી પત્નીને હેરાન નહીં કરે તેવી પૂરી ખાત્રી આપી હતી મહિલાને મળેલી મદદ બદલ પરિણીત મહિલાએ અભયમ 181 હેલ્પલાઇનની પુરી ટીમનો હદય પૂર્વક આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here