જાતિય સતામણીને રોકવા દીકરીઓની સુરક્ષા માટે શહેરા તાલુકાના શિક્ષકોની ઉજાસ ભણી Online ડીઝીટલ વર્કશોપ યોજાયો

શહેરા(પંચમહાલ),
ઇમરાન પઠાણ

વર્તમાન સમયે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે, તો બીજી બાજુ બાળકો જાતીય સતામણી, બાળ લગ્ન, કુ-પોષણ અને ઈન્ટરનેટનો દિનપ્રતિદિન વધતો ઉપયોગનો ભોગ બનતા જાય છે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર અને સમગ્ર શિક્ષા શહેરાની ટીમે તરુણાવસ્થામાં પ્રવેશેલા બાળકોની સમસ્યાઓને નિવારણ કરવા કોવિડ – 19 ની ગાઈડલાઈન મુજબ શહેરા તાલુકાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો તથા શાળા વ્યવસ્થાપણ સમિતિને ઉજાસ ભણી Online ડીઝીટલ વર્કશોપ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં કિશોરાવસ્થા, સામાજિક વ્યવહાર, સોસિયલ મીડિયા અને જીવનકૌશલ્યો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં બાળકોનું જાતીય રક્ષણ અને પોકસો એક્ટ – 2012 કાયદા દ્વારા જાગૃતતા લાવી જાતીય સતામણી અટકાવવી, બાળલગ્ન પ્રથાનો વિરોધ, બાળકોમાં રહેલ કુ-પોષણ અને એનિમિયાના કારણો શોધી તેનું નિવારણ કરી પૂરતું પોષણ આપવું, ઈન્ટરનેટનો વધતો ઉપયોગ, સાયબરની ધમકીઓ, વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સમસ્યાઓમાં માતા-પિતાની ભૂમિકા. દીકરીઓને માસિક સ્ત્રાવ સંબંધી સ્વચ્છતા અને સલામતી, સ્ત્રી પ્રજનન અંગ અને સ્ત્રીઓની બીમારીઓના ઉપાયો વગેરે સંદર્ભે તજજ્ઞ તરીકે ડૉ.કલ્પેશ આર.પરમાર, જ્યપાલસિંહ બારીઆ, ગોવિંદ મહેરા, ભૂપેન્દ્રસિંહ સોલંકી અને નટવરસિંહ ચૌહાણે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. શહેરા તાલુકા સિવાય સમગ્ર ગુજરાત રાજ્યના 2624 કરતાં વધુ શિક્ષકોને ઉજાસ ભણી Online ડીઝીટલ વર્કશોપનું માર્ગદર્શન આપી એક જ દિવસમાં ડીઝીટલ Online પ્રમાણપત્રો આપવાનો રેકોર્ડ સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના ફાળે જાય છે. સમગ્ર શિક્ષા અભિયાન શહેરા બાળકોના શિક્ષણના હિતેચ્છુ રહી તેમની સલામતીને પણ ખૂબ જ પ્રાધાન્ય આપે છે.

ડૉ.કલ્પેશ આર.પરમાર બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર
સમગ્ર શિક્ષા, શહેરા
મો.9409584431
તા.25.11.2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here