તિલકવાડા નગરની કે.એમ.શાહ હાઇસ્કુલ ખાતે શાળા પ્રસાશન દ્વારા થર્મલગન વડે ચેકઅપ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ

તિલકવાડા(નર્મદા)
વસીમ મેમણ

નવા શેક્ષણિક સત્રના પ્રારંભે કોવિડ 19 ની મહામરીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા શાળા શરૂ કરવા માટે લેખિતમાં વાલી સંમતિ લેવા માટે જણાવેલ ત્યાર બાદ શાળા શરૂ કરવાનું હોવાથી હાલ શાળા શરૂ કરવાના નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે ત્યારે આજ રોજ તિલકવાડા નગરમાં આવેલી શ્રી કે એમ શાહ હાઇસ્કુલ ખાતે શાળા પ્રશાસન દ્વારા થર્મલ ગન વડે હાઈસ્કૂલમાં આવનાર વ્યક્તિઓનું ચેક આપ કરવામાં આવ્યું આજ રોજ તિલકવાડા નગરની શ્રી કે એમ શાહ હાઇસ્કુલ ખાતે વાલીઓ પાસેથી સંમતિ પત્રક લેવા માટેની કામગીરી ચાલુ હોવાથી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ સંમતિપત્રક માટે હાઈસ્કૂલમાં આવતા હોવાથી શ્રી કે.એમ હાઇસ્કૂલના શિક્ષકો દ્વારા કોવિડ 19 ની મહામારી સામે સાવધાની રાખવાની સાથે લોકોમાં જાગરૂકતા ફેલાવવાના હેતુ સર આવનાર દરેક વાલીઓને હેન્ડ વોસ.હેન્ડ સેનેટાઈઝર. થર્મલગન વડે ચેકઅપ કરવાની સાથે માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું અને સેનેટાઈઝરથી હાથ સાફ કરાવીને કાયદાનું પાલન કરીને કોવિડ 19 ની ગાઇડલાઇન મુજબ સોસિયલ ડિસ્ટન્સ નો ધ્યાન રાખી ને હાઈસ્કૂલમાં વાલીઓને એન્ટ્રી આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here