હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઘોઘબા તાલુકાના પાધોરા ગામે 5 દિવસીય કૌશલ્ય વિકાસ (પીઠોરા ચિત્રકલા ) તાલીમનું આયોજન કરવામાં આવ્યું

ઘોઘંબા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

કુટિર અને ગ્રામઉદ્યોગ વિભાગ, ગુજરાત સરકાર અને ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન , અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઘોઘબા તાલુકાના પાધોરા ગામે 5 દિવસીય કૌશલ્ય વિકાસ (પીઠોરા ચિત્રકલા ) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ માનનીય કલેકટર સાહેબ શ્રી આશિષ કુમાર એ આ તાલીમ સ્થળની મુલાકાત કરી હતી. લુપ્ત થતી હસ્તકલાનો બચાવ થાય અને હસ્તકલાનાં આર્ટિશન સફળ ઉદ્યોગ સાહસિક બને એ વિશે માનનીય કલેકટર સાહેબ શ્રી એ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આ સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સ્ટાફ અને હસ્તકલા સેતુ યોજનાનો સ્ટાફ, હાજર રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here