સ્પષ્ટ લોકવલણ અને તટસ્થ લોકશાહી માટે ‘નોટા’નો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

ભારતીય ચૂંટણીમાં ૨૦૧૩થી “નન ઓફ ધ અબાઉ” એટલે કે ‘નોટા’ નો ઓપ્શન ઉમેરવામાં આવ્યો છે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો પૈકી કોઈ પણ ઉમેદવારને મતદાતાએ મત ન આપવો હોય ત્યારે તે ઉપરોક્ત ઉમેદવારોમાંથી કોઈ પણ નહીં એટલે કે ‘નોટા’ના વિકલ્પને પસંદ કરી પોતાનો મત આપી શકે છે. ગત વિધાનસભા ચુંટણી-૨૦૧૭માં રાજકોટ જિલ્લાની વિવિધ બેઠકો માટે કરવામાં આવેલ મતદાનમાં ૬૮-રાજકોટ પૂર્વમાં ૩૫૮૭, ૬૯-રાજકોટ પશ્ચિમમા ૩૩૦૯,૭૦-રાજકોટ દક્ષિણમા ૨૨૫૧, ૭૧-રાજકોટ ગ્રામ્યમા ૨૫૫૯, ૭૨-જસદણમા ૨૫૦૪,૭૩-ગોંડલમા ૨૫૯૫ ૭૪- જેતપુરમાં ૩૧૩૬ અને ૭૫- ધોરાજીમાં ૧૨૦૪ આમ કુલ ૨૧,૧૪૫ મત નોટાને આપવામાં આવેલ હતા. ‘નોટા’ મત લોકવલણની ઝાંખી છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા અનુસાર ‘નોટા’ના વિકલ્પમાં ઉમેદવારોને મળેલ મતથી વધુ મત નોટાને મળેલ હોય આમ છતાં પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારના મત વધુ હોય તેને જ વિજેતા જાહેર કરવામાં આવે છે. ત્યારે મતદાન પારદર્શક અને તટસ્થ થાય તે માટે મતદારો વધુ જાગૃત થાય અને નોટાનો પણ સંયમપૂર્વક ઉપયોગ કરી તેના લાભાલાભને સમજી શક્યત: ઉપયોગ કરવાનો ટાળી કોઈ એક ઉમેદવારને મત આપી પારદર્શક અને સ્પષ્ટ લોક વલણ માટે પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here