સોના જેવી દેખાતી અલગ અલગ ધાતુની માળાઓ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમને અરવલ્લી SOG પોલીસે મોડાસામાંથી ઝડપી પાડયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

એસ.ઓ.જી.પીઆઈ સી.એફ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસ ટીમને બાદમી મળી હતી તે આધારે મોડાસાના નવિન બસ સ્ટેન્ડ વિસ્તારમાં રાહુલ હરિલાલ મારવાડી. મૂળ. રહેવાસી. નાગપુર. મહારાષ્ટ્ર. હાલ. રહેવાસી. મીનાબેન બાબુલાલ સલાટ લાખેશ્વરી. બાયડ ના ઘરે રહેતોહતો.

ખાખી થેલો લઈ મોડાસાના નવીન બસ સ્ટેન્ડ બાયડ રોડ ઉપર ફરતો હતો.

સોનાની માળા મને મળી છે.તેમ કહી સસ્તા ભાવે વેચવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું માલુમ પડતા તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેના થેલામાં ઝડતી લેતા તપાસ કરતા બે કિલોગ્રામ જેટલા વિવિધ ધાતુના મણકાવાળી ચેઈનો મળી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here