ઉચ્ચ શિક્ષણ માટે મળશે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન: શિષ્યવૃત્તિથી દરેક બાળક વધશે આગળ

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ગુ.રા.ગાંધીનગર PM YASASVI પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (વર્ષ ૨૦૨૨-૨૩) નો આપ પણ મેળવી શકો છો લાભ

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા) અરવલ્લીએ આપેલ અખબારી યાદી અન્વયે નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા અમલીત PM YASASVI પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના નો ચાલુ વર્ષ-૨૦૨૨-૨૩ થી અમલ કરવામાં આવેલ છે. જેના પોર્ટલપર ઓનલાઇન દરખાસ્ત કરવાની પ્રક્રિયા તા. ૦૩/૦૯/૨૦૨૨ થી શરૂ થયેલ છે. જેમાં રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિઓના ધોરણ-૯,૧૦માં સરકારી તથા અનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કે જેમના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ.૨,૫૦,૦૦૦/- હોય તેમને વાર્ષિક રૂપિયા ૪૦૦૦/- ની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે.

આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓ એ જ્યાં અભ્યાસ કરતા હોય તે માધ્યમિક શાળામાં જાતિના પુરાવા માટે પોતાનું એલ.સી/જાતિ પ્રમાણપત્ર/પિતાનું એલ.સી અથવા શાળાએ આપેલ વિદ્યાર્થીનું બોનોફાઇડ સર્ટી રજુ કરવાનું રહેશે. અને આવકના પુરાવા તરીકે સક્ષમ અધિકારીશ્રી (તલાટીશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી/મામલતદારશ્રી) કોઇપણ એકનો દાખલો રજુ કરવાનો રહેશે.અને શાળાના આચાર્યશ્રીઓ એ ડિજિટલ ગુજરાત પોર્ટલપર અગાઉના વર્ષોની જેમ જ વર્ષ-૨૦૨૨-૨૩ માટે ઓનલાઇન પ્રપોજલ બનાવી દરખાસ્તો મોકલવાની રહેશે. અને દરખાસ્ત સાથે વિદ્યાર્થીઓના ઉક્ત સાધનિક પુરાવા ડાઉનલોડ કરવાના રહેશે. શાળાઓએ શિષ્યવૃત્તિ દરખાસ્ત તા.૨૫/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા સમાજ અધિકારી (વિ.જા)અરવલ્લીની કચેરીએ ફોરવર્ડ કરવાની રહેશે. જેથી સમય મર્યાદામાં શિષ્યવૃત્તિ મંજુર કરી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં સીધે સીધી જમા કરાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here