સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી મોટરસાયકલ ચોરીનો ગુનો શોધી કાઢતી છોટાઉદેપુર લોક્કલ ક્રાઇબ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…જે અન્વયે વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓની સુચના હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોડધા ગામે વાહન ચેંકીગમાં હતા દરમ્યાન હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર વગરની લઇ ને એક ઇસમ અકલવા (એમ.પી) ગામ તરફથી ગોડધા તરફ આવતા તેને રોકી તેની પાસેની મોટર સાયકલના માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી મો.સાના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી ખાત્રી તપાસ કરતા તેનો સાચો રજી.નં.GJ-13-AN-6315 હોય જેના માલીકનો સંપર્ક કરતા તેઓની મો.સા અંગે સુરેન્દ્રનગર એ ડીવીઝન એ પાર્ટ ૧૧ર૧૧૦૫૭૨૨૦૨૬૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ગુનો રજીસ્ટર થયેલ હોવાનું જણાય આવેલ જેથી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ
હીરો સ્પ્લેન્ડર મો.સા રજી નં.GJ-13-AN-6315
કી. રૂ.૨૫૦૦૦:-

પકાડાયેલ ઇસમો:-
નહાલીયાભાઇ રામલાભાઇ ડાવર રહે.કુડવાંટ તા.સાંઢવા જી.અલીરાજપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here