નસવાડી જુથ ગ્રામ પંચાયત ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી જુથ ગ્રામ પંચાયત ખાતે ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ ની ઉજવણી પર્વ નિમિતે નસવાડી જુથ ગ્રામ પંચાયતના પટાંગણમાં હેમંતકુમાર ગોપાલકૃષ્ણ ટેલર (આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિકયુટર નસવાડી) ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સવારના ૧૦:૦૦ કલાકે રાખવામા આવ્યુ હતુ અને ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમા મોટી સંખ્યા મા નગરજનો હાજર રહ્યા હતા જેમા નસવાડી ના તલાટી મહેશભાઈ રાવળ વહીવટદાર જી એસ શેખ તથા નસવાડી જુથ ગ્રામ પંચાયત નો તમામ સ્ટાફ તથા માજી ઉપસરપંચ સુભાષભાઈ પંડયા તથા વકીલ મંડળ ના રમેશભાઈ પ્રજાપતિ સેહજાદ મેમણ તથા નસવાડીના વેપારી અમીનભાઈ મેમણ તથા માજી સભ્ય પતિ મહેશભાઈ આમ નસવાડી ગામના નાગરિકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ પુર્ણ થતા દરેક વ્યક્તિ માટે નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નસવાડી જુથ ગ્રામ પંચાયત ના સ્ટાફ સહીત ગ્રામજનો નાસ્તો કરી છુટા પડ્યા હતા આમ ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here