બોડેલી તાલુકાના ગડોથ ગામે ઘરના વાળા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો… સામસામે ફરિયાદ…

બોડેલી, (છોટાઉદેપુર)/ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગડોથ ગામે ઘરના વાળા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી બાદમાં બંને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામ સામે ફરિયાદ બોડેલી પોલીસ મથકે નોંધાવી હતી બોડેલી પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.                                       પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી તાલુકાના ગડોથ ગામે રહેતા મથુરભાઈ છોટાભાઈ રાઠવાઉ.વષૅ ૭૫ પોતાના ઘરની નજીક આવેલ હેન્ડપંપ પાસે પાણી ભરતા હતા તે વખતે ફતેસિંહભાઈએ ટ્રેક્ટરમાં છાણીયું ખાતર ભરીને જતા હતા તે દરમિયાન મથુરભાઈએ જણાવેલ કે વેચાણથી રાખેલ વાળો આપણો સહિયારો છે આ વાડામાં સરખે ભાગે વહેંચણી કરેલ નથી તમો વધારે રાખેલ છે તેમ જણાવતા ફતેસિંગભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ગમે તેમ ગાળો આપી ઝપાઝપી કરી મથુરભાઈને ઊંચકીને જમીન પર બે ત્રણ વાર પછાડી માર મારી તથા તેનું ઉપરાણું લઈ રવિતાબેન અને જ્યોત્સનાબેને ઝપાઝપી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદ કરી ગુનો કરતા ફરીયાદી મથુરભાઈએ ફતેહસિંહભાઈ સુરસીંગભાઇ રાઠવા,રવિતાબેન ફતેસિંહભાઈ રાઠવા અને જ્યોત્સનાબેન તુલસીભાઈ રાઠવા વિરુદ્ધ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે સામે પક્ષે ગડોથનાજ ફતેસિંહભાઈ સુરસિંહભાઈ રાઠવા ઉ.વષૅ ૫૩ અને તેમના પત્ની રવીતાબેન પોતાના વાડામાંથી ટ્રેક્ટરમાં છાણીયું ખાતર ભરીને કાઢતા હતા તે વખતે મથુરભાઈ છોટાભાઈએ જણાવેલ કે તું અમારા ઘરની આગળથી ટ્રેક્ટર કેમ કાઢે છે? તેમ કહી ગમે તેમ ગાળો આપી ઘરમાં દોડી લાકડી લઈ આવી ફતેસિંહને માથાના ભાગે ઝાપટ મારી ઇજા પહોંચાડી નવલસિંહ અને સુરીબેન દોડી આવી ગમે તેમ ગાળો આપી પકડી રાખી ઝપાઝપી કરી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરતા ફરીયાદી ફતેસિંહભાઈ સુરસીંગભાઇ રાઠવાએ મથુરભાઈ છોટાભાઈ રાઠવા,નવલસિંહભાઈ મથુરભાઈ રાઠવા અને સુરીબેન મથુરભાઈ રાઠવા વિરુદ્ધ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે બનાવ સદરભે આઉટ પોસ્ટ જબુગામ ના જમાદાર નંગરસીહ ભાઈ રાઠવા બંનેઉ પક્ષની ફરિયાદી નોંધીને કાયદેસરની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here