સુરત શહેરમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ અન્ય માતાપિતા જાગ્યા, રત્નકલાકારની દીકરી સાથે બળજબરી કરનાર યુવક ઝડપાયો

સુરત, દિપ મહેતા :-

સુરત ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ગ્રીષ્મા વેકરિયા હત્યાના આરોપી દ્વારા યુવતીને હેરાન કરવામાં આવતી હતી ત્યારબાદ તેની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે યુવતીઓની છેડતી કરનાર લોકો વિરુદ્ધ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે જોકે સિગ્નપોર વિસ્તારમાં રહેતી રત્ન કલાકારની ધોરણ-10માં અભ્યાસ કરતી તરુણી ને બે યુવકોએ છેડતી કરવાના ઈરાદાથી બોલાવી હતી. જોકે યુવતીએ ના પાડતા તેને ઘરેથી ઉપાડી જવાની ધમકી આપી  મોટરસાઈકલ ઉપર બેસાડી  એકાંત જગ્યા પર લઈ જાય ચુંબન કર્યુ હતું. યુવતીએ સમગ્ર મામલો પરિવારને કહેતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસ સ્ટેશન ની ગંભીરતા જોતાં બંને યુવાનોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

ત્યારે આવી ઘટના ભવિષ્યમાં ના થાય તે માટે સુરત પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે તેવામાં વધુ એક આ પ્રકારની ફરિયાદ આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે સુરતના વેરાવળ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ધોરણ-10માં અભ્યાસ કરતી પુત્રી મહિધરપુરા વિસ્તારની એક સ્કૂલમાં માં અભ્યાસ કરે છે.
અગાઉ તેઓ ડભોલી સિંગણપોર વિસ્તારમાં રહેતા હતા ત્યારે તે જ બિલ્ડીંગના નવમા માળે રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા કેવલ કલ્પેશભાઇ માંડલીયાએ તરૂણી સાથે ફ્રેન્ડશીપ કરવાની વાત કરતા તરૂણીએ માતાને વાત કરી હતી. બિલ્ડીંગની અન્ય છોકરીઓ તરફ ખરાબ નજર રાખતા કેવલથી દૂર રહેવા માતાએ તરૂણીને કહ્યું હતું. ત્યાર બાદ કેવલ તરૂણીને જોઈ ઈશારા કરતો હોય અને કોઈને કોઈ બહાને ઝઘડો કરતો હોય રત્નકલાકારે ઘર બદલી વેડરોડ ખાતે રહેવા ચાલ્યા ગયા હતા.
જોકે આ યુવક સુધરવાનું નામ લેતો નહોતો અને કેવલે તરૂનીનો સ્કૂલે કે ટ્યુશન જતી હોય ત્યારે પીછો કરવાનું શરૂ કર્યું હતું. વેલેન્ટાઈન ડે ના દિવસે કેવલે કોઈ રીતે તરૂણીના ઘરનો મોબાઈલ નંબર મેળવી વ્હોટ્સએપ કોલ કરી કોલેજ પાસે બોલાવી હતી. કેવલ તેને ઘરેથી નહી આવે તો ઘરેથી ઊંચકી જવાની ધમકી આપી બાઈક પર બેસાડી સિટીલાઇટ ખાતે એકાંતવાળી જગ્યાએ લઈ ગયો હતો અને લગ્નની વાત કરી ગાલ પર કીસ કરી હતી.
તરૂણીએ લગ્નનીના પાડતા કેવલે ઘરે કોઈને કશું પણ કહેશે તો તું અને તારો ભાઈ જીવતો નહીં રહે તેવી ધમકી આપી હતી.
ઘરે પહોંચ્યા બાદ ગુમસુમ રહેતી  તરૂનીને માતાપિતાએ પૂછતાં તેણે બનાવની જાણ કરી હતી.આથી ગતરોજ તરૂનીની માતાએ કેવલ વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે કેવલની ધરપકડ કરી હતી.તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે જો તે યુવતીને છેડતાં યુવાનો વિરુદ્ધ સુરત પોલીસે લાલ આંખ કરી છે ત્યારે આવા યુવાનોને કડકમાં કડક સજા થાય અને આ યુવતીઓને હેરાન કરતા બંધાય તે પ્રકારની કામગીરી અને કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here