રેડક્રોસ મોડાસા દ્ધારા દેવરાજ ધામ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો તાલીમ સેમિનાર યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા સતત માનવતાવાદી કાર્યો દ્ધારા જાહેર જનતાની સુખાકારી માટે પ્રવૃત્તિઓ કરી રહી છે. ત્યારે આજ રોજ ‘13 ઓક્ટોબર’ ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર રિસ્ક રીડકશન ડેની ઉજવણીના ભાગરૂપે કલેક્ટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં દેવરાજ ધામ બાજકોટ ખાતે ડિઝાસ્ટર વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ચેરમેનશ્રી ભરતભાઈ પરમારે તમામ મહેમાનોનું ફુલછડી, શાલ દ્ધારા સ્વાગત કર્યું હતુ તથા રેડક્રોસ વિશે તમામ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં રેડક્રોસ ગુજરાત રાજ્ય શાખાના ડી.એમ. ડાયરેક્ટર શ્રી તુષાર ઠક્કર દ્ધારા કોઈ પણ આપત્તિ વખતે શું કરવું અને શું ના કરવું, કેવી રીતે જોખમ ઓછું કરવું, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જેવી તમામ માહિતી આપી ડિઝાસ્ટર વિશે માર્ગદર્શન આપ્યું હતુ તથા CPR ની ટ્રેનીંગ આપી હતી. જેનો મુખ્ય હેતુ અરવલ્લીમાં સ્વયં સેવકો તૈયાર કરી કોઈ પણ આપત્તિ સમયે લોકોની જાન-માલની રક્ષા કરવાનો છે. કલેક્ટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ રેડક્રોસની આ પ્રવૃત્તિ બિરદાવી હતી તથા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં જણાવ્યુ હતુ કે અરવલ્લીનું વહીવટી તંત્ર, વિવિધ સંસ્થાઓ તથા રેડક્રોસના સહયોગથી જિલ્લામાં એક મોટુ સંગઠન બાનવશું જે કોઈ પણ આપત્તિ સમયે જરૂરતમંદ લોકોની મદદ કરી શકે અને રાહત આપી શકે. દેવરાજના મહંતશ્રી ધનગીરી બાપુએ પણ દેવરાજ ખાતે રેડક્રોસના કાર્યક્રમો ગોઠવી ડિઝાસ્ટર અંગે જાગૃતિ લાવવા તથા સ્વયં સેવકો તૈયાર કરવા જણાવ્યુ હતુ તથા બ્લડ ડોનેશન, શિક્ષણ વિવિધ ક્ષેત્રે કામ કરવા આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે શ્રી બાલક દાસજી, શ્રી મોહનભાઇ પટેલ, મહંતશ્રી મહેશગીરી બાપુએ પ્રસંગને અનુરૂપ પ્રવચનો આપ્યા હતા. આ કાર્યક્રમ માટે શ્રી રસિકભાઈ પટેલે રૂ.11,000/- દાન આપી ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે રેડક્રોસ મોડાસાના સેક્રેટરીશ્રી રાકેશભાઈ જોષી, કા.સભ્યો શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ અમીન, શ્રી લલિતચંદ બુટાલા, કેશુભાઈ, તાલુકા શાખાના હોદ્દેદારો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, સ્ટાફ ગણ તથા મોટો સંખ્યામાં સ્વયં સેવકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી અશ્વિનભાઈ રાઠોડએ કર્યું હતુ. ભોજન લીધા બાદ કાર્યક્રમ ઉલ્લાસ ઉમંગ સાથે સમાપ્ત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here