સમાજ સુરક્ષા કચેરી,ગોધરા તરફથી આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેઘ દિવસની ઉજવણી કરાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જીલ્લા સમાજ સુરક્ષા કચેરી,પંચમહાલ દ્વારા નશામુકત ભારત અભિયાન કાર્યક્રમ હેઠળ 26 જુનને ”International day against Drug abuse and Illicit Trafficking” દિનની અત્રેના જીલ્લામાં લોકોમાં નશા નાબુદી અંગે જાગૃતિ આવે તે હેતુસર પ્રકાશ મા.શાળા,સીમલીયા, એમ.એસ.હાઇસ્કુલ હાલોલ, ચિલ્ડ્રન હોમ ગોધરા, ગાંઘી સ્પેશ્યલ બહેરા મુંગા વિદ્યાલય ગોઘરા ખાતે આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ,સમાજ સુરક્ષા તથા બાળ સુરક્ષા કચેરીના કર્મચારીઓની હાજરીમાં સેમિનાર યોજી ઉજવણી કરવામાં આવી હતી.

સદર સેમિનારમાં અંદાજીત ૨૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આજકાલ યુવાનોમાં અને બાળકોમાં નશાકારક ૫દાર્થોનુ સેવન કરવાની પ્રવૃતિ ખુબ ચાલી રહેલ છે. આ નશાકારક ૫દાર્થ પાન બીડી, તંબાકુ, ગુટખા, દારૂ તથા ડ્રગ્સના સેવનથી વ્યકિતના શારિરીક, માનસિક આર્થિક, સામાજીક અને કાયદાકીય રીતે કેટલુ નુકશાન થાય છે અને તેના કેવા ખરાબ ૫રિણામ આવી શકે છે અને માનસિક સ્વાસ્થ્ય અને શારિરીક સ્વાસ્થ્ય ઉ૫ર થયેલ અસરોની સારવાર કેવી રીતે થઇ શકે તેની માહિતી આ૫વામાં આવી હતી.
આ ઉ૫રાંત લોકોમાં નશામુકિત અંગે જાગૃતિ આવે તે હેતુથી નશામુકિતની શ૫થો લેવામાં આવી હતી તેમ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગોધરા,પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here