મેરા બુથ સબસે મજબૂત સંવાદ લાઈવ કાર્યક્રમ નસવાડી ગ્રામ પંચયત હોલ ખાતે નિહાળ્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ગ્રામ પંચાયત હોલ મા મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ લાઈવ જે મધ્ય પ્રદેશ ના ભોપાલ ખાતે આપણા યાસસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ જે સંવાદ કર્યો તેને નસવાડી બીજેપી ના કાર્યકરો અને હોદ્દેદારો એ નિહાળ્યો હતો જેમા ભોપાલ ખાતે આ કાર્યક્રમની શરૂઆત વડા પ્રધાન દ્રારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ વંદે માતરમ બોલ્યા બાદ સંવાદ ની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમા જણાવવામા આવ્યુ કે આપણા વડાપ્રધાન અમેરિકા ગયા હતા ત્યા એમનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને આપણા વડાપ્રધાન શ્રી ની અમેરિકામા પણ બોલબાલા છે અને આપણા કાર્યકરો અને બુથ લીડરો એ આવતી બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ભરપૂર મહેનત કરી પાર્ટીને આગળ વધારવાની હાકલ કરવામાં આવી હતી અને એક સાથે છ રાજ્યને જોડતી વંદે ભારત ટ્રેન ચાલુ કરવામા આવી તેને લીલી ઝંડી બતાવવાનો મોકો પણ આપણા વડાપ્રધાન શ્રી ને મળ્યો તે પણ જણાવવામાં આવ્યુ હતુ ત્યાર બાદ કેન્દ્ર સરકારને નવ વર્ષ પુર્ણ થયા એને લઈ જે કાર્યકરો દ્રારા કામગીરી કરવામા આવી હતી તે મને અમેરિકામા મને ખબર પડી તેમ વડાપ્રધાને જણાવ્યુ હતુ અને ત્યાંથી આવ્યા બાદ આપણા કાર્યકરોને મળવાનો મોકો મળ્યો તેનો મને આનંદ છે તેમ જણાવ્યુ હતુ અને ભાજપ ની સૌથી મોટી તાકાત મારા તમામ કાર્યકરો છે અને બુથમા કામ કરી રહેલા કાર્યકરો આજે ભેગા થયા છે તેનો મને આનંદ છે તેમને હું સંબોધુ છુ અને બુથમા કામ કરનારાઓનુ સંમેલન ઇતિહાસમા પહેલીવાર થઈ રહ્યો છે તેનો મને ગર્વ છે અને કાર્યકર્તાઓ જોડે વડાપ્રધાન એ સવાલ જવાબ કર્યા હતા અને બુથ મા કઈ રીતે કામ કરવુ તે આ લાઈવ પ્રોગ્રામ મા વડાપ્રધાન શ્રી એ સમજાવ્યુ હતુ અને એમને સ્વચ્છતા તથા સોલર પર પણ વાત કરી હતી અને નેશનલ એજ્યુકેશન પોલિસી બનાવવામા આવી છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી કાર્યકરો મહેનત કરે તો બુથ મજબૂત થઈ શકેછે જેને કોઈ રોકી શકતુ નથી ગરીબોને મુસીબત થી મુકત કરવા કાર્યકર્તાઓને વડાપ્રધાને હાકલ કરી હતી અને આર્થિક રીતે ભારત નવ વર્ષમા દશમા નંબર પરથી પાંચમા નંબર આવી ગાયો છે તેમ આ લાઈવ કાર્યક્રમ મા વડાપ્રધાન શ્રી એ જણાવ્યુ હતુ આ પ્રોગ્રામ નિહાળ્યા બાદ આ તમામ વાતો પર ધ્યાન આપી મહેનત કરવાની કાર્યકરો હોદ્દેદારો એ બાંહેધરી આપી હતી અને મન મુકીને ભાજપ ના તમામ કાર્યકરો કામ કરશે તેવી ચર્ચાઓ સ્થાનિક નેતાઓ કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે સંકલ્પ લીધો હતો અને આ લાઈવ કાર્યક્રમમા નસવાડી ભાજપ પ્રમુખ ગોપાલસિંહ તથા ત.પં. પ્રમુખ રાજુભાઈ રાઠવા તથા ભાજપ જીલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર તથા આશિષભાઈ દાલવાડી તથા ભાજપ તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ તથા તાલુકા સદસ્ય મુકેશભાઈ તથા લઘુમતી મોરચાના જીલ્લા મંત્રી અલ્તાફભાઈ કુરેશી તથા જીલ્લા કારોબારી સભ્ય ઝુબેરભાઈ કુરેશી તથા રશ્મિકાન્ત વસાવા તથા તાલુકા સદસ્ય ચેતનભાઈ મેવાસી તથા તમામ કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here