સંસ્કૃત ભારતી-પંચમહાલ દ્વારા ‘ગીતાજયંતી’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

માગશર સુદ અગિયારસ એટલે ‘ગીતા જયંતી’ મોક્ષદા એકાદશીના શુભ તહેવારે સંસ્કૃત ભારતી-પંચમહાલ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંપૂર્ણ પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાની 25 શાળાના કુલ 7023 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. રંગપુરણી,ચિત્રસ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં દરેક શાળા પ્રથમ ,દ્વિતીય અને તૃતીય સ્થાનમેળવનાર બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ સંસ્કૃતભારતી-પંચમહાલ દ્વારા આપવામાં આવશે.
તા.23/12/23 ના રોજ ગોધરા સ્થિત શુક્લસોસાયટીમાં આવેલ ગાયત્રીમંદિરના મુખ્ય સભાખંડમાં ગીતાજીના 18 અધ્યાયના 700 શ્લોકોનું સમૂહપારાયણ પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગાયત્રીપરિવારના સભ્યો અને સંસ્કૃતભારતી-પંચમહાલ ના જિલ્લા સંયોજકશ્રી ડૉ ચિરાગભાઈ હેમંતભાઈ પુરોહિત સહ સંયોજક પ્રવીણભાઈ પટેલિયાની વિશેષ ઉપસ્થિતી રહી હતી.જિલ્લાના શિક્ષણ પ્રમુખ વિમલાબહેન કલવાણી મહિલા સંયોજક ઉષાબહેન પરવણી ગોધરા તાલુકાના સંયોજક કુ.કવિતાબહેન સી.ગાંધી મમતાબહેન ગૌરવ પરીક્ષાના સંયોજક ગોવિંદભાઇ મહેરા તથા પત્રાચાર પ્રમુખ મનુભાઈ પરમારે મૂલપારાયણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાલોલ તાલુકા સંયોજક ડૉ.મિતેશભાઈ જયપ્રકાશ શર્મા એ આભારવિધિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here