શહેરા નગર અને તાલુકા ભાજપના કાર્યકરોનો સમન્વય કાર્યક્રમ શહેરા હાઇવે સ્થિત આવેલ ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

તાજેતરમાં જ ભાજપ મોવડી મંડળ દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રીથી લઈ તમામ મંત્રીઓને બદલી નો રિપીટ થિયરી મુજબ બિનઅનુભવી ધારાસભ્યોને મંત્રી પદ સોંપવામાં આવ્યું હતું,જેમાં દરેક સમાજને ધ્યાનમાં રાખી મંત્રીઓની વરણી કરવામાં આવી હતી,જેમાં વાસણભાઈ આહીર અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ જવાહરસિંહ ચાવડા આહીર સમાજમાંથી આવે છે.તેઓની બાદબાકી કરી આહીર સમાજના અને શહેરા ૧૨૪ મતવિસ્તારના ધારાસભ્યની વિધાનસભાના નાયબ અધ્યક્ષ (ડેપ્યુટી સ્પીકર) તરીકે વરણી કરવામાં આવી છે. જેને લઈને આગામી ૨૭મી સપ્ટેમ્બરના સોમવારના રોજ વિધિવત પ્રક્રિયા ગાંધીનગર ખાતે યોજાનાર છે. ત્યારે તેઓની વરણી લગભગ નિશ્ચિત મનાય રહી છે જે અંતર્ગત શહેરા ભાજપ કાર્યાલય ખાતે બુધવારના રોજ શહેરા નગર અને તાલુકાનો સમન્વય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બુથ લેવલ થી તમામ કાર્યકરોને આગામી સમયમાં તેઓના બુથ ગામ ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવાનું તેમજ કામે લાગી જવાની હાંકલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ પાઠક, શહેરા તાલુકા ભાજપ મગનભાઈ પટેલીયા, મહામંત્રી સંજયભાઈ બારીઆ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here