સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુસ્લિમ મહિલા કર્મચારીએ ઇમાનદારીનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયું

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

એક્તા ફુડ કોર્ટના મહિલા કર્મચારીને રુપિયા 70 હજાર ભરેલું પાકિટ મળતા માલિકને શોધી પરત કરાયું

વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિક સહિત અનય હજારો લોકો નોકરી કરી પોતાની રોજગારી મેળવતાં થયાં છે ત્યારે આ કર્મચારીઓ સરદાર પટેલ ની પ્રતિભા ઇમાનદારી , નિષ્ઠા અને જનસેવા ને પણ ખરા અર્થમાં સાર્થક કરી રહયા છે. સટેચયુ ઓફ યુનિટી ખાતે એકતા ફૂડ કોર્ટ માં ફરજ બજાવતા મુસ્લિમ મહિલા કર્મચારી શાહીનબેન મેમણ ને 70 હજાર રૂપિયા ભરેલ પાકીટ મળતા તેનાં માલિક ની શોધ કરી પરત કરી ઇમાનદારી નિષ્ઠા નુ એક ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું હતું.

બનાવ ની વાત કરીએ તો ગત 19 સપ્ટેમ્બરનાં રોજ એકતા ફૂડ કોર્ટમાં 4 ગાઈડ સુ.શ્રી. શાહીન મેમણ,સુ.શ્રી. જુલી પંડયા,સુ.શ્રી. જ્યોત્સના તડવી અને શ્રી પ્રતાપ તડવી જમવા ગયા હતા ત્યારે શાહીન મેમણને એક મહિલાનું બિનવારસી પાકીટ મળી આવેલ.જે જોતા તેમાં 70,000₹ અને અને ચાવી સહિતની ચીજવસ્તુ મુકેલ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં એક જવાબદાર કર્મચારી તરીકે બાજુમાં આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં ફરજ બજાવતા શ્રી પ્રતીક માથુરને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે પોતાને રુપિયા ભરેલ પાકીટ મળ્યું છે.

ત્યારબાદ શોધખોળ કરતા આ પાકીટ સુ.શ્રી. સ્નેહ જલાનનું હોવાનું માલુમ પડતા આજરોજ યોગ્ય તપાસ કરીને તેઓના સબંધીને પાકીટ સુપરત કરેલ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here