સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાલોલ તાલુકા પંચાયતની ઓફીસોમાં રેકર્ડ વર્ગીકરણ સાથે સાફ સફાઈ ઝુંબેશ યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગતરોજ રવિવારના દિવસે નક્કી થયેલ મુજબ સરકારી ઇમારતો અને કચેરીઓમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ગોધરા કલેકટર કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેકટર આશિષ કુમાર,નિવાસી જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા સહિત કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ કલેકટર કચેરી ગોધરાના પરિસર,વિવિધ વિભાગ અને રેકર્ડ રૂમ,ફાઈલ વર્ગીકરણ કરીને સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે સ્વચ્છતા ને જીવન અભિન્ન અંગ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા ની સેવા અભિયાનનું સમગ્ર રાજ્યમાં આયોજન કરાયું છે આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી તેના ભાગરૂપે કાલોલ સરકારી વિવિધ કચેરીઓમાં સાફ સફાઇ કરવામાં આવી રહી છે.ત્યારે કાલોલ તાલુકા પંચાયતની ઓફીસોના પ્રાંગણની સાથે કચેરીના વિવિધ શાખાઓના રેકર્ડ નું વર્ગીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતને સ્વચ્છ અને સુઘડ બનાવવાની નેમ ને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો સ્વયંભૂ જોડાઈને સ્વચ્છતા રાખવા માટે કટિબંધ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here