આજરોજ વહેલી સવારથી બોડેલી પંથકમાં મેઘાની મહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયુ…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી પંથકમાં આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બોડેલી અલીપુરા સોસાયટીમાં પાણી ભરેલા દ્રશ્યો જોવા મળ્યા છે તેમજ રોડ પર પાણી જોવા મળ્યું છે બોડેલી મોડાસર પાસે આવેલા એક લીઝના ચિલા ઉપર એક ટ્રક ફસાઇ હતી તેની પાછળ આઠ-દસ ટ્રકો બીજી ફસાઈ હતી બોડેલી આજુબાજુમાં ઠેર રોડ ઉપર પાણી ભરેલા જોવા મળ્યા હતા બોડેલી માં બારે મેધ ખાગા જેવો વરસાદ વરસી રહ્યો હતો.

બોડેલી ઢોકલીયા વિસ્તારમાં દિવાન ફળિયા અને રજા નગરમાં વરસાદી પાણી ફરી વળ્યા..

અલીપુરા માં મેલડી માં ના મંદિર પાસે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ આજુબાજુની સોસાયટીમાં પાણી જોવા મળ્યા હતા

અલીપુરા જાંબુઘોડા રોડ ઉપર આવેલી સોસાયટી સામરાજય સાઇ દર્શન ઉન્નતી સોસાયટી તેમજ મેલડી માં ના મંદિર પાસે મેઈન રોડ ઉપર પાણી ભરેલા જોવા મળ્યા હતા મેઇન રોડ નું ડિવાઈડર તોડીને સોસાયટી રહીશો પાણીનો નિકાલ કરવા માટે ચાલુ વરસાદે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે એકતા થયા હતા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here