શહેરા તાલુકાના મોરવા ગામમાં ખેતર માલિક દ્વારા પાકને વન્ય પ્રાણીઓથી બચાવવા માટે કરંટ મુકવામાં આવેલ વિજ કરંટથી એક ગાયનું મોત…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામના લાલાભાઈ કરશનભાઈ ભરવાડ પોતાની ગાયોને ચરાવવા માટે મોરવા (રેણાં) ગામની સીમમાં આવેલ જંગલમાં ગયા હતા,અને ગાયો ચરાવીને પોતાના ઘરે ભુરખલ ગામના ભરવાડ ફળિયામાં જવા રવાના થયા હતા તે સમયે મોરવા ગામની સીમમાં રસ્તાની બાજુમાં આવેલ વિનુભાઈ મુળજીભાઈ ચાવડાના ખેતર ડાંગર તેમજ મકાઈનો પાક કરેલ હોય ત્યાં ખેતર માલિકે ફેન્સીંગ વાડ કરેલ ન હોવાથી લાલભાઈની એક ગાય તે ખેતરમાં ચરવા જતા ખેતર માલિક દ્વારા પાકને વન્ય પ્રાણીઓથી બચાવવા ખેતરમાં લાકડા રોપી તાર સાથે ઈલેક્ટ્રિક થાંભલા ઉપરથી વિજ કરંટ મુકવામાં આવ્યો હતો તે વિજ કરંટ ગાયને લાગતા ગાયનું સ્થળ પર જ મોત થયું હતું જેથી ગાય માલિક લાલભાઈ ભરવાડને રૂ.૩૦,૦૦૦ નું નુક્શાન પહોંચ્યું હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે ખેતર માલિક સામે નોંધાવી હ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here