નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમા ટ્રકોમાં તોડફોડ કરી લૂંટ ચલાવતી ટોળકીને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડી…

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાથી દેડિયાપાડા વચ્ચે ના ધાટોલી ગામ પાસે ટ્રકને મોટરસાઈકલ ચાલકોને આંતરી લુંટ ચલાવાતી

રાહદારીઓની સજાગતા અને હિંમતથી આ ટોળકી પકડવામાં સફળતા મળી

લુંટ ચલાવતી ગેન્ગના તવડીના ચાર લુંટારાઓને ઝડપી પાડતી પોલીસ

નર્મદા જિલ્લાના રાજપીપળાથી દેડિયાપાડા તરફ જવાના જંગલ વિસ્તારમાં અવારનવાર ટ્રક ચાલકોને રસ્તામા આંતરી લુંટવાના અનેક બનાવ બનતા હોય છે જેમાં કેટલાયમા પોલીસ ફરિયાદ થાય છે તો કેટલાકમા બહારના રાજ્યના ટ્રક ચાલકોને ફરિયાદની ઝંઝટમાં પડયા વિના પોતાના માર્ગે આગળ જવાની ફરજ પડતી હોય છે અને પોલીસ ફરિયાદની ઝંઝટમાં પડતા નથી.

રાજપીપળા તરફથી દેડિયાપાડા ના માર્ગ જતી દોરા ભરેલી ટ્રકને મોટરસાઈકલ સવાર ચાર લુટારાઓએ ટ્રક ચાલકોને દેડિયાપાડા તાલુકાના ધાટોલીના જંગલ વિસ્તારમાં લુંટવાનો પ્રયાસ કર્યા હતો. લુટારાઓને માર્ગ પરથી પસાર થતા લોકો સહિત પોલીસે ઝડપી પાડયા હતા.

બનાવની વિગતો અનુસાર તા.૨૨/૮/૨૦ ના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ ફરિયાદી મોહનદાસ મારૂતિ મેદગે ઉં. વ ૩૨ ધંધો – ડ્રાઇવિંગ ,રહે -શિરશી તા – બિડર જિલ્લો બિડર ,કર્ણાટક પોતે અને પોતાનો ક્લીનર પ્રશાંત ભાઈ શરણપા ગંગાનુર સાથે રાજપીપલાથી આગળ ઉમલ્લા રોડ પર આવેલ રાજેશ કોરી નામની કંપનીના દોરા ભરીને હૈદરાબાદ જવા નીકળેલ અને રાજપીપલા,મોવી થઈ ડેડીયાપાડા જતા રસ્તે ગાજરગોટા ગામથી આગળ ઘાટોલી ગામ તરફ આવતા ત્રણ ટુ વ્હીલર વાહનો નંબર Gj-16-CM-8791,Gj-16C-1074,GJ-22-J-5322 પર્ ૪ માણશો પ્રિયાંકભાઈ સંજય ભાઈ વસાવા,વિશાલભાઈ સુખદેવ ભાઈ વસાવા,કિરણભાઈ સંજય ભાઈ વસાવા,તુષાર ભાઈ સંજય ભાઈ વસાવા ચારેય રહેવાસી – તવડી ,તા ઝઘડિયા,જી ભરૂચ મોટરસાઈકલો લઇને આવેલ અને ટ્રકને રોડની સાઈડ પર ઊભી રાખવા ઇશારો કરેલ અને સાઈડ ઉપર ઊભી રાખતા ચાર ઈસમો પૈકી એક ઈસમે રોડ ઉપ્પરથી પથ્થર લઈ ટ્રકના કાંચ ઉપર છૂટો માર્યો અને બીજા ઈસમે પણ છૂટો પથ્થર મારતાં ફરિયાદીના જમણા કાન ઉપર વાગ્યો હતો,અને ટ્રકના ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલી ટ્રકમાં જઇ ફરિયાદીને ચાર પાંચ લાફા પણ મારિયા હતા અને ખિસ્સા માંથી ૫૦૦/- રૂપિયા અને ટ્રકમાં લગાવેલી ટેપ કાઢી લીધેલ. ત્યાર બાદ ત્યાંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોમાંથી કોઈએ ડેડીયાપાડા પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટના સ્થળે ૫ થી ૭ મિનિટમાં ઝડપી પોહચી અને પોલિસ અને રાહદારી દ્વારા ભેગા મળીને ચારે ઇસમોને પકડી લીધા અને એમના વિરુદ્ધ ગુનો નોંધી ડેડીયાપાડા પોલીસે કાયદેસર તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here