કાલોલ : ડેરોલ સ્ટેશન ખાતે ખુલ્લામાં વેચાતા દારૂનાં અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો… ૨ ઝડપાયા ૧ ફરાર…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કોણે કહ્યું કે ગુજરાત માં દારૂ ની અછત છે હોમ ડિલિવરી ની પણ અહી સગવડ છે

દારૂ નું વેચાણ કરતો ઈસમ અને એક ગ્રાહક ઝડપાયા મુખ્ય બુટલેગર ફરાર*૩૫૫ બોટલો ઝડપી ૮૬,૦૦૦/ નો મુદ્દામાલ કબજે

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ નાં પીએસઆઈ ને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે લુહાર ફળીયામાં ગલીમાં ખુલ્લી જગ્યાએ અશ્વિન ગણપતભાઇ પરમાર પોતે તથા પોતાના મળતિયાઓ મારફતે કેસરી છત્રી નીચે લાલ કલરની એસેસ મોપેડ લઈને વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ દ્વારા રેઇડ કરતા મોપેડ પર વચ્ચેના ભાગે થેલો મૂકી ને એક ઈસમ બેસેલો અને અન્ય એક ઈસમ ઊભેલો જે બન્ને ને કોર્ડન કરી પુછપરછ કરતા જયદીપ ઉર્ફે લોટિયો પર્વતભાઈ ગોહીલ રે ખંડેવાળ નો હોવાનુ અને દારૂ વેચાણ કરવા છેલ્લા ત્રણ મહિનાથી રૂ ૮,૦૦૦/ નાં માસીક પગાર ઉપર બેસતો હોવાનુ જણાવેલ અને આ દારૂ અશ્વિન ગણપતભાઇ પરમાર નો હોવાનુ જણાવેલ અને અશ્વિન પોતે દારૂ આપી જતો હોવાનુ અને મોપેડ નો ઉપયોગ ગ્રાહક ને દારૂ આપવા માટે કરાતો હોવાનુ જણાવેલ. અન્ય ઈસમની પુછપરછ કરતા તે પોતે આકાશ કાંતિભાઈ વણજારા રે.ડેરોલ સ્ટેશન મુળ રે. નાળા માતરિયા તા શહેરા નો હોવાનુ અને પોતે દારૂ લેવા આવ્યો હોવાનુ જણાવેલ પોલીસે મોપેડ નાં થેલા માથી અને મોપેડ ની ડિકી માથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી વધુ પુછપરછ હાથ ધરતા અશ્વિન ગણપતભાઇ પરમાર નાં શામળદેવી ગામની સીમમાં આવેલ ખેતરમાં તબેલા એ દારૂ સંતાડી રાખેલ હોવાનુ જાણવા મળેલ જેથી પોલીસે ખેતરમા જઈ તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો ત્રણ મીનીયા થેલા અને છુટ્ટી બોટલો માં દાટેલ જોવા મળેલ પોલીસે બન્ને સ્થળો પર થી વીદેશી દારૂની કાચની અને પ્લાસ્ટિક ની નાની મોટી બોટલો કુલ મળી ૩૫૫ નંગ જેની કિંમત રૂ ૩૭,૧૫૦/ દારૂ વેચાણ નાં રૂ ૮,૩૫૦/ એક મોપેડ રૂ ૪૦,૦૦૦/ એક સાદો મોબાઇલ રૂ ૫,૦૦/ મળી કુલ રૂ ૮૬,૦૦૦/ નો મુદ્દામાલ કબજે કરી બન્ને ઈસમો ની અટકાયત કરી હાજર નહી મળેલ બુટલેગર અશ્વિન ગણપતભાઇ પરમાર સહીત ત્રણ ઈસમો સામે પ્રોહી એક્ટ હેઠળ કાલોલ પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ કાલોલ તાલુકાના નાનકડા ગામમાં છુટ થી વેચાતો વીદેશી દારૂનો વેપલો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડતા બૂટલેગરો માં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here