વિધાનસભા ની ચુંટણી અંતર્ગત કાલોલમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઓપનિંગ કરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ચુંટણી ની જાહેરાત અગાઉ જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.અને પાર્ટીમાં પંચમહાલ જીલ્લા પ્રમુખ તરીકે બે વર્ષ સુધી સંગઠનની કામગીરી કરી અને હાલમાં પંચમહાલ લોકસભા પ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીમાં જવાબદારી સંભાળી રહ્યા છે તેવા પાયાના કાર્યકર દિનેશ બારીઆની પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને તેઓને કાલોલ વિધાનસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે તેથી રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે.દેવઉઠી અગીયારસના શુભ દિવસે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.ઉમેદવાર દિનેશ બારીઆ દ્વારા પોતે રીબીન કાપી,શ્રીફળ વધેરી ભગવાન દેવાધિદેવ,વિઘ્નહર્તા દેવ ગણેશજીને ફુલમાળા પહેરાવી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.કાલોલ થી બોરુ જતાં રોડ પર આવેલા શોપીંગ સેન્ટરમાં કાર્યાલય શરું થતાં કાલોલ શહેરના અનેક નગરજનોઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે આ કાર્યાલય લોકસંપર્ક માટે શરું કરવામાં આવ્યું છે.આ કાર્યાલય શુભારંભ કાર્યક્રમમાં વિધાનસભા વિસ્તારમાંથી પાર્ટીના પદાધિકારીઓ,કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here