વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ઘોઘંબા તાલુકાના કુલ ૯૪ ગામોના રૂપિયા ૪૧૦.૫૦લાખની રકમના કુલ ૨૬૦ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં ઘોઘંબા તાલુકાના કુલ ૯૪ ગામોના કુલ રૂપિયા ૪૧૦.૫૦ લાખની રકમના કુલ ૨૬૦ કામોના વર્ક ઓર્ડરનું વિતરણનો કેમ્પ સ્વામિનારાયણ હોલ,ઘોઘંબા ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ મંજુરી આપેલા કામોની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી તમામ કામોના વર્ક ઓર્ડર આપી સબંધિત ગ્રામપંચાયતને કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમજ મહત્વાકાંક્ષી તાલુકા તરીકેની કામગીરીમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

આ તકે ઉપસ્થિત ધારાસભ્યશ્રી કાલોલ ફતેસિંહ ચૌહાણ દ્વારા આ કામોના એકસાથે વર્ક ઓર્ડર આપવાથી કામ સમયસર અને પારદર્શી રીતે કરવા સરપંચશ્રીઓને તાકીદ કરી હતી. ધારાસભ્યશ્રી હાલોલ જયદ્રહસિંહ પરમાર દ્વારા આ કામોના એકસાથે વર્ક ઓર્ડર આપવાની કલેક્ટરશ્રીની કામગીરીની પ્રસંશા કરી અને સરપંચશ્રીઓને આ કામગીરી સમયસર પૂર્ણ કરવા આહવાન કર્યું હતું.

ઘોઘંબા તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમાર,જિલ્લા અગ્રણીશ્રી મયંકભાઇ, તાલુકા ઉપ પ્રમુખશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અન્ય પદાધિકારીશ્રીઓ અને તમામ ગામોના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here