વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત હાલોલ તાલુકાના કુલ ૭૦ ગામોના રૂપિયા ૨૬૮.૫૦ લાખની રકમના કુલ ૧૪૬ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં હાલોલ તાલુકાના કુલ ૭૦ ગામોના કુલ રૂપિયા ૨૬૮.૫૦ લાખની રકમના કુલ ૧૪૬ કામોના વર્ક ઓર્ડરના વિતરણનો કેમ્પ નગરપાલિકા હોલ, હાલોલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વર્ક ઓર્ડર આપેલા કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ તકે ઉપસ્થિત ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ચોક્કસ સમયમર્યાદામાં અમલ કરી છેવાડાના માણસ સુધી વિકાસના લાભો પહોંચાડ્યા છે, તે વિકાસ યજ્ઞમાં આ કામોનો ઝડપી અમલ કરી ગામની સુવિધામાં વધારો કરી લાભ પહોંચાડવા તમામ સરપંચશ્રીઓને આહવાન કર્યું હતું.

હાલોલ તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા, તાલુકા પ્રમુખશ્રી મહેન્દ્ર ચાવડા, જિલ્લા અગ્રણીશ્રી મયંકભાઈ દેસાઈ,વિવિધ પદાધિકારીશ્રીઓ તથા તમામ ગામોના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here