કાવીઠા ગ્રામ પંચાયતના ચંદાનગર ગામે સાત મહિના અગાઉ નવા બનેલ આર સી સી રોડ પર તિરાડો પડતા ભ્રષ્ટાચારની પોલ બહાર આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામ પંચાયતના ચંદાનગર પેટાપરામાં સાત મહિના અગાઉ 200 થી 250 મીટર જેટલો આરસીસી રોડ ચંદાનગર તળાવ ફળિયા તરફ સરપંચ દ્વારા કામગીરી હાથે લેતા ચંદાનગર ના વડીલો તેમજ સરપંચ શ્રી દ્વારા સાત મહિના અગાઉ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
અને ત્યારબાદ આર.સી.સી રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી રોડ તો બની ગયો પરંતુ આજુબાજુ રોડની બંને સાઈડ આજ દિન સુધી માટી પુરાન કરવામાં આવ્યો નથી જે રોડ ની ટકાઉ માટે ખૂબ મહત્વનો ભાગ છે અને આજે સાત મહિનામાં જ એસ્ટીમેન્ટ વગરનો રોડ બનાવી વેઠ ઉતારી હોય એમ રોડ માં ઉભી તિરાડો જોવા મળી રહી છે જે સાબિત થાય છે કે કામગીરીમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે તો અધિકારી દ્વારા તપાસ કરી યોગ્ય પગલાં ભરે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here