લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ નેતાઓ દ્વારા પક્ષ અને સંગઠન મજબૂત કરવાની સાથે જન સંપર્ક શરૂ કરવામાં આવ્યો

મોરબી, આરીફ દીવાન :-

લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય પક્ષ પાર્ટીઓ દ્વારા પોત પોતાના પક્ષના નેતાઓને એક્ટિવ કરવા ની સાથે સાથે પ્રજા ચિંતન જનસંપક શરૂ કરી દીધો છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા ક્રાંતિ શિબિર ની જ્યોત શરૂ કરી છે જેના ભાગરૂપે ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાં કોંગ્રેસી કાર્યકરો ની જનમેદની સાથે કોંગ્રેસી નેતાઓ એક જૂથ સાથે પ્રજા સંપર્કમાં લાગી ગયા છે જેથી આવનાર લોકસભા 2024 અંતર્ગત કોંગ્રેસ માટે અચ્છે દિનની આશાઓની કિરણો નો પ્રકાશ પ્રાપ્ત કરવાના પ્રયાસો રાજકીય નેતાઓ દ્વારા શરૂ કરી દીધા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા યુવા ક્રાંતિ શિબિર પાલીતાણા મુકામે રાખવામાં આવેલ હોય આ શિબિરમાં ભારતીય કોંગ્રેસના કાર્યકરો નેતાઓ એક જૂથ સાથે જંગી મેદની મા હાજર રહેવા તડા મારતી આર્યો શરૂ કરી દીધી છે આ શિબિરમાં ભારતીય કોંગ્રેસના ગુજરાત ના નવા અધ્યક્ષ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાં જુના નવા કોંગ્રેસી નેતાઓ કાર્યકરો દ્વારા પ્રજાલક્ષી કાર્યો અંતર્ગત ચર્ચા વિચારણા સાથે પ્રજાના હક હિત અધિકાર ની ચર્ચા વિચારણા સાથે પાયાની પ્રાથમિક સુવિધા ગુજરાતના દરેક શહેર જિલ્લાથી લઈ છેવાડા ના ગ્રામ્ય વિસ્તારમાં ખરા અર્થે વિકાસ યુક્ત કાર્ય કરી વિકાસની વાતો કરનાર નેતાઓને કાગળો પર થતા વિકાસ અંગે સંપૂર્ણ માહિતી સાથે પ્રજાને ખોટા ભ્રમમાં રાખવાનું બંધ કરે અને શાસન પક્ષનું વિકાસનું પીપુણુ બંધ કરી મંદી મોંઘવારી માં મજુર વર્ગ ખેડૂતો ઉદ્યોગપતિ સામાન્ય મતદાર પ્રજાને ખરા અર્થે આધુનિક યુગમાં વિકાસની દિશામાં સ્થાન આપવાના પ્રયાસો સાથે વિવિધ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓના માર્ગદર્શનથી જિલ્લા તાલુકા કક્ષાના નવા અપડેટ સાથે પ્રજા ચિંતન શિબિરો કરી પ્રજા લક્ષી કાર્ય અંતર્ગત કોંગ્રેસ ટીમ દ્વારા શાસન પક્ષને પ્રજા ને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવા આવી હોય છતાં વિકાસની વાતો કરનાર નેતાઓને ખુલ્લા પાડી ખરા અર્થે છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કરવા કોંગ્રેસી નેતાઓ ની યુવા કોંગ્રેસ ટીમ એલર્ટ બની છે જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસની ટીમને હાજરી આપી હતી તેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ મોરબી માળિયા વિધાનસભા ના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા અને ઉપપ્રમુખ ચિંતન રાજ્યગુરુ તેમજ વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવાળા અને કોંગ્રેસ મહામંત્રી ડોક્ટર રૂપમુદ્દિન માથકિયા સહિતના કાર્યકરો નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જે પાલીતાણા મુકામે યોજાયેલ યુવા ક્રાંતિ શિબિર માં મોરબી જિલ્લા કોંગ્રેસ ટીમ હાજરી આપી હતી તે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે.0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here