વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે મોદીજીના જન્મદિવસની નિમિત્તે વેક્સિન કેમ્પ યોજાયો

વાંકાનેર,(મોરબી) આરીફ દીવાન :-

૧૨૭ જેટલા લોકોએ કોરોના મૂકત રસી લઈને વેક્સિન કેમ્પ સફળતા આપી:સરપંચ આભર વ્યક્ત કરી વડાપ્રધાન ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

હાલ સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વેક્સિન કેમ્પ ચાલી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પંથક માં પણ વિવિધ વિસ્તારોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે જુદી-જુદી રીતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો જેમાં વાંકાનેર તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ગત તારીખ 17 9 2021 ના રોજ કોરોના મુક્ત ગામ રહે તેવા પ્રયાસો અંતર્ગત કોરોના વેક્સિન કેમ્પ યોજવામાં આવેલ તેમાં વાંકાનેર તાલુકાના કોટડા નયાણી ખાતે 127 વ્યક્તિઓએ રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો જેમાં સફળતા આપવા માટે સમગ્ર કોટડા નયાણી ગામજનો સહિત સરપંચ રતનબા વિજય સિંહ જાડેજા તેમજ ઉપસરપંચ આશાબેન વિનુભાઈ ગોરીયા સહિત સમગ્ર ગામ પંચાયતના સભ્યો જેનુબેન આમદ ભાઈ ઠેબા પુજાબા હિતેન્દ્રસિંહજાડેજા ઘુપીબા મનુભા જાડેજા. ભરતસિંહ જાડેજા. વિજયસિંહ જાડેજા તેમજ છગનભાઈ માધાણી અને બધા ભાઈ મોતીભાઈ લઘેર સહિત તલાટી મંત્રી પૃથ્વીરાજ સિંહ ઝાલા અને તાલુકા સભ્ય મહિપાલ સિંહ જાડેજાઆરોગ્ય ટીમ ડો તનવીર શેરસીયા.મેડિકલ ઓફિસર શોયાબ. ચૌધરી ગુલશનબેન પરાસરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિન કેમ્પ યોજી લોકોને કોરોના મુક્ત લોકો રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા સમગ્ર કામગીરી માં સમગ્ર ગ્રામજનો અને અધિકારીઓ પદાધિકારીઓ વગેરે મહાનુભવ હાજરી આપનાર નો આભાર વ્યકત કર્યો હતો સરપંચ સહિત સમગ્ર ગામ પંચાયત ના સભ્યો એ દેશના વડાપ્રધાનને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવી રસીકરણ કેમ્પને સફળ બનાવ્યો હતો એવું એક અખબારી યાદીમાં સરપંચના પુત્ર હિતુભા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here