વાંકાનેરમાં હોમગાર્ડ જવાનોની પ્રમાણિકતા, પૈસા ભરેલું પાકીટ મૂળમાલિકને પરત કર્યું

વાંકાનેર,(મોરબી)
આરીફ દીવાન

વાંકાનેરમાં આવેલા તાવડી ચોક ખાતે ગત તારીખ 13 9 2020 ના રોજ મોડી રાત્રે આશરે બારેક વાગ્યાના સમય દરમ્યાન નાઈટ પેટ્રોલિંગમાં હોમગાર્ડના યુવાનો લટાર મારી રહ્યા હતા તે સમય દરમ્યાન ચાવડી ચોકમાંથી એક પાકીટ મળી આવ્યું હતું જેમાં જરૂરી ડોક્યુમેન્ટ તેમજ રૂપિયા હતા તે મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ચાવડી ચોક પાસેની પોલીસ ચોકી પાસે હોમગાર્ડ જવાન અમિતભાઈ દલસાણીયા અને તેમના સાથી મિત્ર કેતન દલસાણીયા બંને યુવાનો હોમગાર્ડ માં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે તેઓને પાકીટ મળેલ હોય જેમાં મહત્વના કાગડો અને પૈસા મૂળ માલિકને ડોક્યુમેન્ટ પડતી અડધી રાત્રે શોધી પરત કરી પ્રમાણિકતાનીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજના આધુનિક યુગમાં અને આવી કારમી મોંઘવારીમાં મંદીના માહોલમાં પણ વાંકાનેરમાં માનવતાની મહેક અને પ્રામાણિકતાની ઝલક હોમગાર્ડ જવાનો દેખાડી છે તે બન્યા હોમગાર્ડ જવાનોને દિલથી સલામ છે જે પાકીટ પરત કરતા હોમગાર્ડ જવાનો અને પાકીટ ના માલિક તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here