સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઓનલાઈન કુકીંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું

ભરુચ,
આરીફ દીવાન(મોરબી)

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા આયોજિત ઓનલાઈન કુકીંગ ક્લાસ માં વડોદરા ના નિવાસી અને LG કંપની માં ૧૦ વર્ષ થી નંબર- ૦૧ પર કામ કરી રહેલા સેફ શ્રીમતી મુક્તિબેન શાહ દ્વારા માઈક્રોવેવમાં કઈ રીતે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવી શકાય તેનો લાઈવ ડેમો આપવામાં આવ્યો. આ લાઈવ ડેમો માં તેઓએ માલપુઆ, હાંડવો અને બ્રાઉની બનાવતાં શીખવ્યું હતુ. આ પ્રોગ્રામ માં આશરે ૧૦૦ જેટલા બહેનોએ ભાગ લીધો હતો.
મુક્તિબેન શાહ કે જેઓ છેલ્લાં દસ વર્ષથી રોજ નવી રેસિપી માઈક્રોવેવમાં બનાવતાં શિખવે છે. બરોડિયન ફુડ જલસો માં તેઓ અવનવી વાનગીઓ બનાવતાં શીખવે છે. જેઓએ ઈ ટીવી ગુજરાતી પર રસોઈ શો માં ધણી વખત ભાગ લીધેલ છે. જેઓનું મોટું અચીવમેન્ટ એ છે કે નેશનલ ટીવી પ્રોગ્રામ “માસ્ટર સેફ” ના જજ રણવીર બ્રાર, હરપાલસિંહ સોખી અને ગૌતમ મહર્ષિ સાથે કામ કરેલું છે. જ્યારે માસ્ટર સેફ ના વિનર પંકજ ભડોરીયા, રિતુદમણ હાંડા, નિકીતા ગાંધી સાથે પણ પ્રોગ્રામ માં જજ ની પેનલમાં કામ કરેલું છે. જેઓને દેશ-વિદેશમાંથી ઘણા એવોર્ડ્સ થી પુરસ્કૃત કરવામાં આવેલા છે. જેઓ બહેનોને કુકીંગ ક્ષેત્રે આગળ લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.
આ પ્રોગ્રામ નાં અંતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા મુક્તિબેન શાહ નો તથા બીજા બહનોનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here