વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં 13 ઉમેદવારો બિનહરીફ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ ના જૈમીન પટેલ મહામંત્રી તરીકે વરણી

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આવનર 5-3-22 ના રોજ યોજાનાર હતી.જેની આજરોજ ફોર્મ ચકાસણી કરતા 1 થી 13 ઉમેદવારો ના ફોર્મ માન્ય રાખ્યા હતા.ફોર્મ ચકાસણી જો સમય 27-2-22 ન રોજ 9 કલાકે ચૂંટણી અધિકારી એલ.ડી.જાધવ તથા નાયબ ચૂંટણી અધિકારી સરદારસિંહ ગોહિલની અધ્યક્ષતા માં કરવામાં આવી હતી.જેમાં 13 સભ્યો ના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા અને બાકી ના ઉમેદવારો હાજર ન રહેતા તમામ 13 ઉમેદવારો ને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ તરીકે સાવલી ના રણજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર ની વરણી કરવામાં આવી હતી.જ્યારે ડભોઇ ના જૈમીનકુમાર નારાયણભાઈ પટેલ ની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા મિત્ર વર્તુળ તરફ થી ફુલહાર કરી તેઓનું અભિવાદન સાથે અભિનંદન આપવામાં આવ્યા હતા.જૈમીનભાઈ પટેલ હમેંશા શિક્ષકો ની પડતર માંગ તથા શિક્ષકોના હિત માટે અવાજ ઉઠાવતા રહ્યા છે.અને સતત 5 ટર્મ થી તેઓ વડોદરા શિક્ષક સંઘ ની ચૂંટણી માં ચૂંટાતા આવ્યા છે.આજરોજ બિનહરીફ થયેલ તમામ 13 સભ્યો ને શિક્ષકો તથા સાથી મિત્રો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here