જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા સ્વાગતમાં કુલ ૧૦ અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ

એક અઠવાડિયામાં ફરિયાદ સબંધિત નિરાકરણ રિપોર્ટ જમા  કરાવવા અધિકારીશ્રીઓને તાકીદ કરતા જિલ્લા કલેકટરશ્રી

ગોધરા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં દર મહિને યોજાતો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને આજે તા.૨૨મી જૂન, ૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. ૧૦ જેટલા અરજદારોએ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિકાલની સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય રજુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી અને તકરાર, અનઅધિકૃત બાંધકામ,ફરિયાદને લગતા પ્રશ્નો,વીજળી અને પાણીને લગતા પ્રશ્નો સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સ્થળ પર તાકિત કરી જરૂરી સૂચનાઓ આપી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.આ સાથે તેમણે સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી કે પ્રશ્નનો નિકાલ કર્યે, એક અઠવાડિયામાં નિરાકરણ રિપોર્ટ જમા કરાવવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા,મામલતદારશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here