ભીલોડા પો.સ્ટે ખાતે નોધાયેલ ધરફોડ ચોરી કેસમાં છેલ્લા ૨૩ વર્ષેથી પોલીસ પકડથી નાસતા-ફરતા આરોપીને ભિલોડા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડતી જિલ્લા એલસીબી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્દસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બારવાલ,સાહેબ અરવલ્લી નાઓએ જિલ્લામાં નાસતા ફરતાં આરોપી ઓને પકડી પાડવા માર્ગદર્શન/ સુચનાઓ આપેલ હતી.
જે આધારે શ્રી કે.ડી.ગોહીલ,પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી સ્ટાફના અધિકારી/કર્મચારીઓને જિલ્લામાં નાસતા ફરતાં ઇસમોને ઝડપી પાડવા જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી.જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ભીલોડા બસ સ્ટેશન નજીક તરફ જતાં હતા તે દરમ્યાન ખાનગી વિશ્વાસુ બાતમી દારથી બાતમી હકીકત મળેલ કે ભીલોડા પોલીસ સ્ટેશન ફસ્ટ ૧૦૫/૨૦૦૦ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના ગુન્હાનો આરોપી રમેશભાઇ કાવાજી ડામોર રહે.શકલાવ તા.ખેરવાડા જિ.ઉદેપુર રાજસ્થાન) વાળો સદર ગુન્હામાં છેલ્લા ત્રેવીસ વર્ષ થી નાસતો ફરતો છે અને તે હાલ ભીલોડા બસ સ્ટેશન નજીક હોવાની બાતમી આધારે પકડી તેનુ નામ ઠામ પુછતાં પોતે પોતાનુ નામ સુરજીતભાઇ ઉર્ફે રમેશ ભાઇ કાવાજી ડામોર ઉવ.૪૫ રહે.શકલાવ તા.ખેરવાડા જિ.ઉદેપુર( રાજસ્થાન)નો હોવાનુ જણાવતો હોય અને પોતે ઉપરોકત ગુન્હાની કબલુલાત કરતાં હોય અને પોતે પોલીસ પક્કડથી નાસતો ફરતો તો હોય સદરી ઇસમને ઇસમને સદર ગુન્હાના કામે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ તા.૦૨/૦૯/૨૦૨૩ ના ક.૧૯/૩૦ વાગે અટક કરી ભિલોડા પો.સ્ટે તરફ મોકલી આપવામાં તજવીજ કરવામાં આવેલ છે
આરોપી –
રમેશભાઇ કાવાજી ડામોર રહે.શકલાવ તા.ખેરવાડા જિ.ઉદેપુર(રાજસ્થાન)
કામગીરી કરનાર ટીમ‌‌ –
(૧) શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(ર) શ્રી.એસ.કે.ચાવડા પોલીસ સબ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(૩) એ.એસ.આઇ.શંકરજી ધુળાજી એલ.સી.બી. મોડાસા.
(૪) એ.એસ.આઇ. અનીલકુમાર અંબાલાલ એલ.સી.બી. મોડાસા.

૫) અ.હે.કો.હરેશભાઇ કાન્તીભાઇ એલ.સી.બી. મોડાસા.
(૬) અ.હે.કો.કલ્પેશસીંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા.
(૭) અ.હે.કો.અભેસિંહ કોદરસિંહ એલ.સી.બી. મોડાસા.

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી નાઓએ ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here